અમદાવાદ : ગત્ત વર્ષે મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતાત્માઓની શ્રદ્ધાંજલી અંગે મોરારિબાપુની શ્રીરામ કથાનું મોરબીમાં ગઇકાલે સમાપ થઇ ચુક્યું છે. આ કથાનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં મોરારીબાપુએ કહ્યું કે, આરોપીના બાળકો સારી રીતે દિવાળી ઉજવે તેવું કંઇક થાય તેવું ઇચ્છીએ. જે અંગે લોકો દ્વારા રામકથા થકી મોરારીબાપુ દ્વારા આોપી જયસુખ પટેલ અને સાગરિતોને બચાવવાનો પરોક્ષ રીતે પ્રયાસ થઇ રહ્યો હોવાનુ લાગી રહ્યું છે.
ADVERTISEMENT
ગત્ત વર્ષે મોરબી પુલ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલી સંદર્ભે પુજ્ય મોરારીબાપુની કથા ગઇકાલે મોરબીમાં પુર્ણ થઇ ગઇ હતી. આ કથા દરમિયાન પુલ દુર્ઘટનામાં જે લોકોનાં મોત થયા હતા તેના પરિવારજનોની મુલાકાતે મોરારી બાપુ ઉપરાંત સાંસદ મોહન કુંડારિયા અને કબીર બાપુ શિવરામ બાપુ સહિતના લોકો ગયા હતા. તે સમયે ભોગ બનેલા લોકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે કહ્યું કે, મેટર કોર્ટમાં છે તેથી વિશેષ કાંઇ પણ કહેવું અયોગ્ય છે. સ્વજનોને ક્ષમા આપવાનો વિચાર વ્યક્ત કર્યો. આ વિચાર પરિવારનો હતો.
મોરારી બાપુ દ્વારા તો તે વિચાર લોકો તરફ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મોરારિબાપુએ જેલમાં રહેલા લોકોને મુક્ત કરવા માટે વિનંતી કરી જ નથી. જેની સાથે આ સ્પષ્ટતા કરવામાં આવે છે. રામકથા લોકોનું હૃદય પરિવર્તન કરે છે. અમે લોકોની લાગણી વ્યક્ત કરી છે. અમે કોઇને છોડાવવા માટેની કે કોઇની ભલામણ કરી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરારિબાપુના નિવેદનના પગલે સોશિયલ મીડિયામાં વિવિધ ચર્ચાઓ જાગી હતી. જે નિવેદનને પગલે અનેક લોકોએ આરોપીને બચાવવા મોરારિબાપુની તરફેણ કરી રહ્યા હોવાના પણ આક્ષેપો થયા હતા. જો કે નિવેદન બાદ મોરારિબાપુની સ્પષ્ટતા સામે આવી છે. આ વાત પીડિત પરિવારે કરી હતી. મોરારિબાપુએ ફક્ત તેમની લાગણી જ વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT