Liqour Permission in Gift City: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં દારૂની છૂટની જાહેરાત થયા બાદથી બધી બાજુ તેના પર ચર્ચા થઈ રહી છે. કોઈ તેના સમર્થનમાં તો કોઈ તેના વિરોધમાં બોલી રહ્યું છે. આ વચ્ચે કથાકાર મોરારી બાપુને દારૂબંધીમાં છૂટ આપવા મામલે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના પર પ્રતિક્રિયા આપવાની તેમના પાડી દીધી હતી અને કહ્યું કે, આ મારો વિષય નથી.
ADVERTISEMENT
દારૂમાં છૂટ પર મોરારી બાપુ શું બોલ્યા?
ભાવનગરમાં નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મોરારી બાપુ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટ મુદ્દે પૂછવામાં આવ્યું હતું. જેના પર તેમણે કહ્યું કે, સરકારના રિપોર્ટનો મેં અભ્યાસ નથી કર્યો. દારૂ મુક્તિ મામલે હાલમાં વિશેષ કંઈ કહી શકું નહીં. આ મારો વિષય નથી. આમ કહીને તેમણે આ વિશે નિવેદન આપવાથી ઈનકાર કરી દીધો હતો.
નોંધનીય છે કે, ગિફ્ટ સિટી ગ્લોબલ ફાઈનાન્શિયલ અને ટેકનોલોજીના હબ તરીકે વિકસાવવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે. અહીં અનેક આર્થિક ગતિવિધિઓ ધમધમે છે. વૈશ્વિક રોકાણકારો તથા ટેકનિકલ એક્સપર્ટ સહિત ઈન્ટરનેશનલ અને નેશનલ કંપની માટે ગ્લોબલ બિઝનેક ઈકોસિસ્ટમ વિકસાવવા માટે સમગ્ર ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈનની સુવિધા ઉપબલ્ધ કરાવવા દારુબંધીના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT