- આગામી મહિનામાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે
- મૂડ ઓફ ધ નેશન સર્વેના પરિણામો
- ગુજરાતમાં કોને કેટલી સીટ મળશે?
Mood of The Nation Survey 2024: આગામી મહિનામાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. જે પહેલા ઈન્ડિયા ટુડે ગ્રુપે એક્સિસ માય ઈન્ડિયા સાથે દેશના મૂડને સમજવાનો પ્રયાસ કર્યો છે. સર્વે માટે 543 બેઠકો પરથી 1,49,092 સેમ્પલ લેવામાં આવ્યા. આ સર્વે લગભગ દોઢ મહિના (15 ડિસેમ્બર 2023 થી 28 જાન્યુઆરી 2024 સુધી) કરવામાં આવ્યો હતો. અમે 35 હજાર લોકો સાથે સીધી વાત કરી છે. સર્વેમાં દોઢ લાખ લોકોને અલગ-અલગ રીતે સામેલ કરવામાં આવ્યા છે, જે બાદ અમે સર્વેના પરિણામો સુધી પહોંચ્યા છીએ. આજે લોકસભાની ચૂંટણી થાય તો કોને કેટલી બેઠકો મળશે? શું ભાજપ 370 સીટો જીતશે? શું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકાર ત્રીજી વખત જીત નોંધાવશે? લોકોમાં સૌથી વધુ લોકપ્રિય કોણ છે? જાણો દેશનો મિજાજ…
ADVERTISEMENT
મૂડ ઓફ ધ નેશન સર્વેના પરિણામો
અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, છત્તીસગઢ અને ગુજરાતમાંથી મૂડ ઓફ ધ નેશન સર્વેના પરિણામો આવ્યા છે. સર્વે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAને હિન્દી હાર્ટલેન્ડના રાજ્યોમાં મોટી જીત મળવાની આશા છે. એટલે કે ભાજપ દેશની સરકારમાં હેટ્રિક ફટકારવા જઈ રહી છે. દેશના મુખ્ય જાહેર અભિપ્રાય સર્વેમાંના એક ‘મૂડ ઓફ ધ નેશન’ મતદાનના પરિણામોએ હંમેશા અન્ય રાજ્યોમાં મતદારોના દૃષ્ટિકોણનું સ્પષ્ટ ચિત્ર રજૂ કર્યું છે. ચાલો જાણીએ ગુજરાતમાં કેટલી સીટો જીતી શકે છે.
ગુજરાતમાં કોને કેટલી સીટ મળશે?
ભાજપ- 26
કોંગ્રેસ- 0
અન્ય- 0
કુલ બેઠક- 26
વોટ શેર
INDIA – 26.4
NDA – 62.1
અન્ય – 11.5
ગુજરાતમાં ભાજપને 26માંથી 26 બેઠકો પ્રાપ્ત થઈ રહી છે. જ્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસને એક પણ બેઠકો પ્રાપ્ત નથી થઈ રહી. એક વાર ફરી સર્વે મુજબ ભાજપ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં બાજી મારશે. બીજી બાજુ કોંગ્રેસ કઈ ખાસ કમાલ કરી શકે તેમ દેખાતી નથી. આમ આદમી પાર્ટિ પણ લોકસભામાં અસરકારક જોવા નથી મળી રહી.
ADVERTISEMENT