Ahmedabad News: અમદાવાદના સરખેજમાં કપિરાજના ટોળાએ કૂદાકૂદ કરીને આતંક મચાવ્યો છે. સરખેજ રોઝા, ચીકુની વાડી સહિતના વિસ્તારોમાં કપિરાજે 25 લોકોને બચકા ભરી લેતા લોકોમાં ડરનો માહોલ છવાયો છે. તો ફોરેસ્ટ વિભાગ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સ્થાનિકોનું કહેવું છે કે, કપિરાજના ટોળાના આતંકને લીધે બાળકો સ્કૂલે જઈ શકતા નથી. ઘરકામ કરતી વખતે મહિલાઓએ સાથે લાકડી રાખવી પડે છે.
ADVERTISEMENT
છેલ્લા કેટલાક દિવસોથી કપિરાજનો આતંક
અમદાવાદના સરખેજના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી કપિરાજના ટોળાનો આતંક જોવા મળી રહ્યો છે. વાનરોએ અત્યાર સુધીમાં અનેક લોકો પર હુમલા કર્યા છે, સાથે જ એક પછી એક 25 લોકોને કપિરાજે પોતાનો શિકાર બનાવતા લોકમાં ફફડાટ ફેલાયો છે.
સ્થાનિકોએ કર્યા આક્ષેપ
આ અંગે સ્થાનિકો દ્વારા વનવિભાગને જાણ કરવા છતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્થાનિકોએ વનવિભાગના અધિકારીઓ સરખા જવાબ ન આપતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. વાનરોના આતંકના કારણે સ્થાનિકોને લાકડી લઈને પહેરો ભરવાનો વારો આવ્યો છે.
ADVERTISEMENT