વ્યાજખોરોને લઈ હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન કહ્યું, સંદેશો અને ચેતવણી મળી ગઇ છે, હવે એક્શનનો લેવાનો સમય

શક્તિસિંહ રાજપૂત, અંબાજી: રાજ્યભરમાં ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસ તંત્ર વ્યાજખોરો સામે આકરા પાણીએ જોવા મળી રહ્યું…

gujarattak
follow google news

શક્તિસિંહ રાજપૂત, અંબાજી: રાજ્યભરમાં ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસ તંત્ર વ્યાજખોરો સામે આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, વ્યાજખોરો ને સંદેશો કે ચેતવણી આપવાની જરૂરિયાત નથી હવે માત્ર અને માત્ર એક્શન લેવાનો સમય છે.

એક તરફ રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરો સામે પોલીસ એક્શન મોડ પર જોવા મળી રહ્યું છે. ત્યારે અંબાજી ખાતે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે,  વ્યાજખોરોને હવે સંદેશો કે ચેતવણી આપવાની જરૂરત નથી. હવે માત્ર ને માત્ર એક્શન લેવાનો સમય છે. ગુજરાત રાજ્યમા કોઈપણ નાગરિકને વ્યાજ ખોર ત્રાસ આપતો હોય તો તે ચલાવી દેવામાં આવશે નહીં.

ખોટી ફરિયાદ લેવામાં આવશે નહીં
ત્યારે બીજી તરફ  હર્ષ સંઘવી એ કહ્યું કે,  જે કોઈએ મદદરૂપી રૂપિયા આપ્યા હોય અને કોઈ વ્યક્તિના આપવાના બાબતે ખોટી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરતો હોય તો આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ બાબતની પણ ખાતરી આપવામાં આવી છે. ગુજરાતમાં વ્યાજકરોના ત્રાસને લઈ હાલ મા ગુજરાત સરકાર એક્શન મોડ મા છે. ત્યારે હવે ગુજરાતમાં વ્યાજ ખોરો ઉપર જે વ્યાજ ની રકમ આપી વધુ વ્યાજ લેતા હોય તેવા વ્યાજખોરો ઉપર તવાઈ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ‘વિદેશ જતા વિદ્યાર્થીઓને 6-6 મહિના સુધી સરકારી યોજનામાં લોન નથી મળતી’, BJP MLAએ ખોલી પોલ

1026 લોકો સામે ગુના દાખલ
ગુજરાતમાં ગૃહ વિભાગે વ્યાજખોરો સામે આકરા પાણીએ જોવા મળી રહ્યું છે.ગુજરાતમાં પાછલા બે અઠવાડિયામાં 1026 વ્યાજખોરો સામે ગુના દાખલ થયા છે.ગુજરાતમાં 16 જાન્યુઆરી સુધીમાં પોલીસ દ્વારા 1288 લોક દરબાર યોજાય છે, જેમાં 622 FIR દાખલ થઈ છે. તો 635 વ્યાજખોરોની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp