અરવલ્લીઃ અરવલ્લીના મોડાસામાં એક મહિલાને એક ફાઈનાન્સ કંપનીનો કર્મચારી વારંવાર મેસેજ કરીને પરેશાન કરવા લાગ્યો હતો. એટલું જ નહીં મહિલા સાથે બિભત્સ વર્તન થતા આખરે પતિએ પોલીસની મદદ લેવાનું અને તે જ કંપનીના મેનેજરને રજૂઆત કરવાનું નક્કી કર્યું અને તેના કારણે હવે આ લંપટ કર્મચારી સામે કાર્યવાહીનો સકંજો કસાયો છે. મહિલા અને તેના પતિએ આ વ્યક્તિને કાયદાનો પાઠ ભણાવવા હિંમતભેર પગલા લીધા હતા.
ADVERTISEMENT
‘આમા પંડુમ’નો ઉત્સવ, બાળકોની ભીડ અને 50 કિલો વિસ્ફોટક, નકસલીઓએ આવી રીતે કર્યો જવાનો પર
મોડાસામાં આવેલી એક ફાઈનાન્સ કંપની પાસેથી એક પરિણીતાએ લોન લીધી હતી. લોનના હપ્તા લેવા એક કંપનીનો જ કર્મચારી આવતો હતો. આ કર્મચારી મહિલાના નંબરનો ઉપયોગ કંપનનીના જ કામ માટે નહીં પણ હવે તે મહિલાને પરેશાન કરવા લાગ્યો હતો. તે મહિલાની ફરિયાદ હતી કે તે શખ્સ તેના સામે બિભત્સ વર્તન કરતો હતો. વારંવાર કોલ પણ શરૂ કરી દીધા હતા. મહિલા ગ્રાહકની પજવણી કરતા આ મામલો મહિલાના પતિ સુધી પહોંચ્યો હતો. મહિલાના પતિએ કહ્યું કે, અમે આ મામલામાં પોલીસમાં અરજી કરી છે અને તે કંપનીના મેનેજરને પણ રજૂઆત કરી છે. મેનેજરે અમને યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. પરંતુ પોલીસ પણ આ અંગે ફરિયાદ કરી યુવકને પાઠ ભણાવે તો આવી ગતિવિધિ કરતા અન્યોમાં પણ કાયદાનો ભય રહે.
(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT