જામનગરઃ યુપીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્મા આજે ચૂંટણી લક્ષી જામનગરના પ્રવાસે છે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસારમાં તેઓ જોડાયા છે. તેઓએ આજે મીડિયા સમક્ષ કોંગ્રેસ અને AAP પક્ષ પર પ્રહારો કર્યા હતા. આ વખતે કોંગ્રેસ ખૂબ જ ખરાબ રીતે ગુજરાતમાંથી હારશે તેમ દિનેશ શર્માએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે, આપ જેવા પાપ ગુજરાતમાં નહીં ચાલે અને આ વખતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી રેકર્ડ બ્રેક મતોથી અને સીટથી વિજય થશે અને ફરી સતત સાતમી વખત ભાજપ ગુજરાતમાં સરકાર બનાવશે.
ADVERTISEMENT
કોંગ્રેસ પોતાના રાજનૈતિક ઈતિહાસથી સૌથી ખરાબ હાર હારવા જઈ રહી છેઃ શર્મા
જામનગરમાં ભાજપ દ્વારા સતત પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે ત્યારે ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા પણ અહીં પ્રચારની કામગીરીમાં જોડાયા હતા. તેમણે જામનગરમાં પ્રવાસ દરમિયાન મીડિયા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, મેં લોકોને પુછ્યું ત્યારે ગત ચૂંટણીમાં લોકોએ કહ્યું કે મોદીજીની આંધી ચાલે છે, વિપરિત પરિસ્થિતિમાં પણ પાર્ટી જીતી. આ વખતે જ્યારે હું આટલા જિલ્લાઓમાં જઈને આવ્યો તો મને વિપક્ષ નામની ચીજ નથી દેખાઈ. અને કેટલાક લોકોએ કહ્યું કે આ વખતે આંધી નહીં તૂફાન ચાલી રહ્યો છે. મને લાગે છે કે મોદી તૂફાનમાં આ કોંગ્રેસ, આપ, પાપ એ બધા પોતાના અસ્તિત્વની લડાઈ લડતા જોવા મળશે. કોંગ્રેસ એક ઐતિહાસીક 100 વર્ષ જુની હિસ્ટોરિકલ જર્જરિત ઈમારત છે જે આ ચૂંટણીમાં ધસી પડશે. આમ આદમી પાર્ટી ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં જે પ્રકારે ડિપોઝિટ જપ્ત થવાનો રેકોર્ડ જેણે બનાવ્યો છે તેનું નામ આમ આદમી પાર્ટી છે. આ વખતે તે ગુજરાતમાં ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં જે ડિપોઝિટ જમા થઈ જવાનો રેકોર્ડ હતો તે કરશે અને મને નથી લાગતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી કે એઆઈએમઆઈએમનું ખાતુ પણ ખુલશે. કોંગ્રેસ પોતાના ગુજરાતના રાજનૈતિક જીવનની સૌથી ખરાબ હાર હારવા જઈ રહી છે.
(વીથ ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT