Aravalli News: અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા બામણવાની નવી વસાહત પાસે સોમવારે સવારે કરુણ ઘટના બની હતી. જેમાં ટ્રક વીજ તારને અડી જતા તેમાં આગ લાગી ગઈ હતી. ઘટના સમયે ટ્રકમાં 150 જેટલા બકરા ભર્યા હતા. ઘટનામાં 3 લોકોના મોત થયા છે. તો ઘેટા-બકરા પણ ભડથું થઈ ગયા છે.
ADVERTISEMENT
વીજ લાઈનને અડી જતા ટ્રક સળગી
વિગતો મુજબ, મોડાસાના બામણવાડ પાસે બે ટ્રક જઈ રહી હતી. જેમાં આગળ જતી ટ્રક રોડ પરથી પસાર થતા વીજવાયરને અડી જતા તેમાં અચાનક આગ પ્રસરી હતી. આગળની ટ્રકમાં આગ લાગતા એક પુરુષો દોડત બકરાને બચાવવા ગયો. ટ્રકનો પાછળનો દરવાજો ખોલતા જ તેનું મોત થઈ ગયું. વીજ કરંટથી તેનું મોત થયાનું અનુમાન હાલમાં લગાવવામાં આવી રહ્યું છે. તો ઘટનામાં ટ્રકમાં બેઠેલ એક બાળક તથા મહિલાનું પણ મોત નિપજ્યું છે. ટ્રકમાં રહેલા ઘેટા-બકરા પણ આગમાં ભડથું થઈ ગયા હતા.
આગમાંથી ભડથું થયેલા મૃતદેહો બહાર કઢાયા
ઘટનાની જાણકારી મળતા જ ફાયરની ટીમ અને સ્થાનિક વીજ તંત્રની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. વીજ તંત્રએ વીજ લાઈનને બંધ કરી તો ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે આગમાંથી મૃતકોના ભડથું થયેલા મૃતદેહના અવશેષો બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
(ઈનપુટ: હિતેશ સુતરીયા, અરવલ્લી)
ADVERTISEMENT