AAP Politics News: ગુજરાતમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવા બાદ વધુ એક નેતા મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આમ આદમી પાર્ટીના ખજાનચી અને નિવૃત્ત DySP જે.જે મેવાડા સામે અપ્રમાણસર મિકલત પ્રકરણમાં તપાસ માટે મોડાસા કોર્ટે આદેશ આપ્યા છે. જે બાદ ACB દ્વારા AAP નેતાની કરોડોની મિકલત મામલે તપાસ કરવામાં આવશે.
ADVERTISEMENT
જે.જે મેવાડા 300 કરોડની મિલકતના માલિક
વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જે.જે મેવાડાને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે ચૂંટણીના એફિડેવિટમાં તેમણે પોતાની 300 કરોડની મિલકત દર્શાવી હતી. આ મામલે વિરલ ગોસ્વામીએ જે.જે મેવાડા સામે અપ્રમાણસર મિકલતની તપાસ માટે કોર્ટમાં અરજી કરી હતી. તેમના આરોપ મુજબ, જે.જે મેવાડા ખેતીની જમીન, પાર્ટી પ્લોટ, મકાનો અને કોમર્શિયલ પ્રોપર્ટી ધરાવે છે, જે તેમણે ફરજ દરમિયાન વસાવ્યા હતા.
મોડાસા કોર્ટે આપ્યા તપાસના આદેશ
ત્યારે અરજી પર આજે મોડાસા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આદેશ આપ્યો હતો. જેમાં ACBના નાયબ અધિક્ષકને જે.જે મેવાડા સામે સ્વતંત્ર કાર્યવાહી કરીને તપાસના આદેશ આપ્યા હતા. આ મામલે હવે ACB તેમના વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરશે.
ADVERTISEMENT