ગુજરાતઃ પશુઓની સારવાર થશે મફત, સરકારે શરૂ કરી આવી સુવિધા, જાણો વધુ

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલમાં જ લમ્પી વાયરસને કારણે પશુધનને ભારે નુકસાન થયું. લોકોમાં આ કારણે ભારે નારાજગીનો માહોલ ઊભો થયો હતો. જોકે ચૂંટણી નજીક છે ત્યારે…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલમાં જ લમ્પી વાયરસને કારણે પશુધનને ભારે નુકસાન થયું. લોકોમાં આ કારણે ભારે નારાજગીનો માહોલ ઊભો થયો હતો. જોકે ચૂંટણી નજીક છે ત્યારે સરકાર દ્વારા પશુઓના આરોગ્યને ફાયદો થાય અને તેના કારણે પશુ પાલકોને શાંતિ થાય તેવી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા 127 નવા ફરતા પશુ દવાખાનાઓ મંજુર કરવામાં આવ્યા છે. ગુજરાતના 1270થી વધુ ગામોમાં તે ઓન કોલ ઈમર્જન્સીના ધોરણે રૂટના ગામોમાંથી પશુપાલકો નિઃશુલ્ક સેવા મેળવશે.

GVK-EMRI સાથે પીપીપી ધોરણે ફરતા પશુ દવાખાનાઓ
વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે, શહેરી વિસ્તારોમાં 37 કરુણા એનીમલ એમ્બ્યુલન્સ – 1962 તથા 10 ગામો વચ્ચે એક મોબાઈલ પશુ દવાખાના યોજના અંતર્ગત કુલ 460 જેટલા ફરતા પશુ દવાખાનાઓ પીપીપી ધોરણે જીવીકે-ઈએમઆરઆઈ દ્વારા શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં કુલ 31 નધણિયાતા પશુઓને તાત્કાલીક ધોરણે સારવાર આપવામાં આવે છે જ્યારે 460 મોબાઈલ પશુ દવાખાનાઓ મારફતે ગુજરાતના 5298 ગામોમાં ઓનકોલ ઈમર્જન્સી સેવા પશુપાલકોને નિઃશુલ્ક રૂટ પ્રમાણે પુરી પાડવામમાં આવે છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર પર ખર્ચનું ભારણ 60-40 ટકા
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા સમસ્ત દેશમાં પશુ દવાખાનાઓની યોજના અમલી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર વાહન ખરીદી સહિતના કેપિટલ ખર્ચ માટે 100 ટકા સહાય આપે છે જ્યારે એકમો ચલાવવા માટેના ઓપરેશનલ ખર્ચ પેટે 60 ટકા તથા અને 40 ટકા રાજ્ય સરકાર એમ કરીને સહાય આપવામાં આવે છે.

    follow whatsapp