GUJARAT માં ધારાસભ્યોનાં જ કામ નથી થતા જનતાનાં શું થશે? MLA એ પોતાની જ સરકાર સામે બાંયો ચઢાવી

સુરત : ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી પોતાની જ સરકાર અને સરકારી સિસ્ટમ સામે પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાનાણી પોતાની…

Kumarat kanani about Government

Kumarat kanani about Government

follow google news

સુરત : ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી પોતાની જ સરકાર અને સરકારી સિસ્ટમ સામે પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાનાણી પોતાની જ સરકાર સામે પડ્યા હોય તેવું આ પહેલીવાર નથી. અગાઉ પણ અનેકવાર તેઓ સરકારની સામે પોતાની બાંયો ચઢાવી ચુક્યા છે. હવે સુરતમાં ખાડી મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણી અનેક વખત તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે. જો કે વારંવાર રજૂઆત છતા નક્કર કાર્યવાહી નહી થતા કુમાર કાનાણીની ધીરજ ખૂટી ગઇ છે. હવે તેમણે સ્થાનિકો સાથે સરકાર સામે બાંયો ચઢાવી છે અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

સુરત માટે ખાડી વર્ષોથી એક યક્ષ પ્રશ્ન છે
સુરત શહેરની મધ્યમાંથી પસાર થતી ખાડી એક સમયેએ લોકો માટે ડ્રેનેજ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ હતો. જો કે હવે સમગ્ર સુરતમાં ડ્રેનેજ નેટવર્ક સ્થાપવામાં આવતા સુરત શહેરમાં ખાડી માત્ર ગંદકીનું ઘર સાબિત થઈ રહ્યું છે. ખાડી કાંઠે રહેતા અનેક લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાડીમાં થતી ગંદકીના કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. આ ઉપરાંત અસહ્ય દુર્ગંધ પણ ખાડીના કારણે ફેલાઈ રહી છે. આ મુદ્દે સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્રને અનેકવાર રજૂઆતો પણ કરી હતી અને વારંવાર પત્ર પણ લખ્યા હતા.

કાનાણી દ્વારા વારંવાર રજુઆત છતા જાડી ચામડીના અધિકારીઓ મૌન
જો કે ગઈકાલે મનપા ખાતે મળેલી ધારાસભ્ય સાંસદની સંકલન બેઠકમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ ખાડી સફાઈ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. અનેક વખત રજૂઆત કરવા છતાં અત્યાર સુધી ખાડીના પ્રશ્નનો કોઈ હલ થયો નથી. સ્થાનિકોની પણ વખત ખાડી સફાઈ માટેની માંગ રહી છે. થોડા સમય પહેલા જ ખાડી કાંઠે આવેલી સોસાયટીના પ્રમુખો દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી કુમાર કાનાણી પણ આજ મુદ્દાને લઇ રજૂઆત કરી ચૂક્યા છે. જો કે હજી સુધી હાલ નહીં થતા સ્થાનિકો સાથે આંદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. તેવામાં સરકારના જ ધારાસભ્ય હવે સરકારની સામે જ બાંયો ચઢાવી છે. જેના કારણે સરકાર હવે શરમજનક સ્થિતિમાં મુકાઇ શકે છે.

    follow whatsapp