'ગલીએ-ગલીએ રમાય છે સટ્ટો અને વેચાય છે દારૂ' ધારાસભ્યનો હર્ષ સંઘવી અને વિકાસ સહાયને પત્ર

Letter from MLA Vimal Chudasma: ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દારુ, સટ્ટા, જુગાર બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને DGP વિકાસ સહાયને પત્ર લખ્યો છે

 Letter from MLA Vimal Chudasma

ધારાસભ્યના લેટર બોમ્બથી ખળભળાટ

follow google news

Letter from MLA Vimal Chudasma: ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દારુ, સટ્ટા, જુગાર બાબતે ગૃહમંત્રી  હર્ષ સંઘવી અને DGP વિકાસ સહાયને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ લખ્યું છે કે વેરાવળ, ભીડીયા, પાટણ ખાતે સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે બુટલેગરો દ્વારા જાહેરમાં દારુ, ક્રિકેટ સટ્ટા, ડ્રગ્સ અને જુગાર તથા યંત્રની ગેમ ચલાવવામાં આવે છે.

બેફામ વેચાય છે દારૂઃ વિમલ ચુડાસમા


કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્રમાં જણાવ્યું છે કે, વેરાવળ શહેરના બંદર વિસ્તાર, ખારાકૂવાની બાજુમાં, મચ્છી માર્કેટ, બંદર રોડ રાયલી ગોડાઉનની સામેની ગલી, મટન માર્કેટ પાસે તેમજ પાટણ અને ભીડીયાના ધોબી ચકલા વાળી ગલી, સાગર ચોકમાં જાહેરમાં પાણીની બોટલની જેમ ટેબલો રાખી બેફામ ઈંગ્લિસ દારુ વેચવામાં આવે છે. 

સ્થાનિક પોલીસ નથી કરી રહી કામગીરી 


તેમણે લખ્યું છે કે, ડ્રગ્સ અને જુગાર પણ વેરાવણ-ભીડીયા-પાટણમાં સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે જાહેરમાં ચાલી રહેલ છે, ત્યારે પણ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ એક્શન લેવામાં આવતું નથી. જે મામલે મેં જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત તેમજ ટેલિફોનિક જાણ કરવામાં આવી હોવા થતાં કોઈ રેડ કરવામાં આવી નથી કે કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. જેનો મતલબ એવો થાય છે કે જિલ્લા પોલીસ અધિક્ષક અને સ્થાનિક પોલીસની મંજૂરીથી આ દારુ, જુગાર, સ્ટા અને યંત્ર ગેમ ચાલી રહી હોય તેવું લાગે છે.

 

કાર્યવાહી નહીં કરાય તો અમે જનતા રેડ કરીશુંઃ MLA 


વિમલ ચુડાસમાએ જણાવ્યું છે કે, આજની યુવા પેઢી દારુ, જુગાર, સટ્ટા, ડ્રગ્સ તથા યંત્રની ગેમના રવાડે ચડી યુવા પેઢી બરબાદ થઈ રહેલ છે અને હજારોની સંખ્યામાં યુવાનો અને લોકો દેવામાં ડૂબી જવાથી આત્મહત્યા કરે છે. જેથી આ ગેરકાયદેસર કામગીરી બંધ કરાવવામાં આવે. નહીં તો અમે જનતા રેડ કરીશું અને આવેદનપત્ર આપીશું. 

    follow whatsapp