Junagadh News : જૂનાગઢના ઝુઝારપુર ગામના એક યુવકે સુસાઇડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોનાં નામ લખીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. હાલમાં યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. જો કે યુવકના પરિવાર દ્વારા હોસ્પિટલ ખાતે હોબાળો મચાવાયો છે. ચોરવાડ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધારે તપાસ આદરી છે.
ADVERTISEMENT
જગદીશ પરમારે પોતાના ઘરે જ ગળેફાંસો ખાધો
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લાના ચોરવાડના ઝુઝારપુર ગામે રહેતા નીતિન જગદીશ પરમાર નામના યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી હતી.
કોંગ્રેસી ધારાસભ્ય સહિત 3 પર ગંભીર આરોપ
સુસાઇડ નોટમાં મૃતક નીતિન પરમારે ગીર સોમનાથના કોંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડામસા સહિત ત્રણ લોકો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના ત્રાસથી જ કંટાળીને આપઘાત કરી રહ્યો હોવાનું પણ કહ્યું હતું. MLA સહિત કુલ 3 લોકો તેને વારંવાર મારી નાખવાની ધમકી આપતા હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. 1. વિમલ કાના ચુડાસમા (સોમનાથ ધારાસભ્ય) 2. મનુભાઇ મકન કવા (રહે.પ્રાચી) 3. ભનુ મકન કવા (રહે.પ્રાચી) ત્રણેયને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે તેવો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કર્યો હતો.
વિમલ ચુડાસમાએ સમગ્ર આક્ષેપોને ફગાવી દીધા
જો કે આ અંગે વિમલ ચુડાસમાએ આ સમગ્ર આક્ષેપોને ભગાવી દીધા હતા. તેને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. આ ઉપરાંત મૃત વિમલ ચુડાસમાનો જ માસીયાઇ ભાઇ હોવાનું સામે આવ્યું છે. જો કે બંન્ને પરિવારો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હોવાના કારણે બંન્ને પરિવારો વચ્ચે કોઇ વ્યવહાર નહોતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વિમલ ચુડાસમા સાથે એક કેસમાં નિતિન પરમાર પણ સાથે હોવાનું સામે આવ્યું છે. વિમલ સાથે સંબંધો કપાયા બાદ નિતિન પરમાર સાંસદ રાજેશ ચુડાસમા સાથે સંકળાયેલો હતો. હાલ તો સમગ્ર મામલે પોલીસે FSL ની મદદથી તપાસ આદરી છે.
ADVERTISEMENT