ભાવનગર: તળાજા ભાજપનાં ધારાસભ્યના દીકરા અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે થયેલ ઝઘડાનો મામલો સતત ચર્ચામાં છે. આ ઘટનામાં MLA ના દીકરાએ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે હવે ધારાસભ્યના દીકરા ગૌરાંગ ચૌહાણ દ્વારા નોંધાવેલ ફરિયાદમાં આખરે પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે
ADVERTISEMENT
શૈલેષ ધાંધલીયા નામના પોલીસ કોન્સ્ટેબલની હોસ્પિટલમાં સારવાર પૂર્ણ થયા બાદ તળાજા પોલીસ ખાતે ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા સમાધાન માટે બોલાવેલ ભાજપના MLA ના દીકરાના માણસોએ પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલીયાને ચાર ઈસમોએ દોડાવી દોડાવીને માર્યા હતા. તળાજા પાસે ગાડી અવર ટેક કરવા બાબતે ઝગડો થયો હતો જેમાં બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કોન્સ્ટેબલ દ્વારા નોંધાયેલ ફરિયાદમાં પોલીસે સીસીટીવી ના આધારે ફરિયાદ નોંધી હતી જેમાં ધારાસભ્યનો દીકરો CCTV માં જોવા નહીં મળતા તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો ન હતો જેને લઇ અનેક સવાલો ઊભા થયા છે.
જાણો શું હતી ઘટના?
ભાવનગરના તળાજા ખાતે બે દિવસ પહેલા ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણ પોતાની કાર નં. GJ 14 AP 0753 લઇ તળાજાના દિપ હોટલથી ફાર્મ ટ્રેક વચ્ચે પહોંચતા પાછળથી પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલ્યા અને તેની પાછળ બેઠેલ અજાણ્યો શખ્સ કારને ઓવરટેક કરવા જતા હતા. આ સમયે કોન્સ્ટેબલની મોટર સાયકલ બાજુના ખાળિયામાં ઉતરી જતા કાર ચાલક ગૌરવ ચૌહાણ તેમજ કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલ્યા વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ધારાસભ્યના પુત્રએ શૈલેષ ધાંધલ્યાને પાલિતાણા ચોકડી પાસે આવેલ સતનામ ધાબા પાસે સમાધાન માટે બોલાવ્યો હતો. જેમાં બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થતા સામસામી બાખડ્યા હતા. જેમાં ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણ સહિત છ શખ્સોએ કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલ્યાને મારમાર્યો હોવાનો કોન્સ્ટેબલે ગંભીર આક્ષેપ કર્યો હતો. ઉપરાંત શૈલેષ ધાંધલ્યાએ પણ ગૌરવ ચૌહાણ નામના યુવકને મારમાર્યો હોવાની ગૌરવ ચૌહાણે શૈલેષ ધાંધલ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT