અમદાવાદ: હાલમાં IPL શરૂ થતા પહેલા ક્રિકેટનો ફિવર ચાલી રહ્યો છે. એવામાં ગાંધીનગરમાં ગુજરાતના ચુંટાયેલા ધારાયભ્યોની પણ ક્રિકેટ ટૂર્મામેન્ટ ચાલી રહી છે. જેમાં ગઈકાલે સાંજે કોબામાં જે.એસ.પટેલ સ્ટેડિયમમાં દુર્ગા અને અંબિકા ટીમ વચ્ચે 10-10 ઓવરની મેચ રમાઈ હતી. ખાસ વાત એ છે કે આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર ઉત્તરથી ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા પણ મેદાનમાં ઉતર્યા હતા. જેમણે પોતાની ટીમ માટે ફટકાબાજી કરી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT
રિવાબાએ 171ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા
દુર્ગા ટીમમાંથી રમવા માટે મેદાનમાં ઉતરેલા MLA રિવાબા જાડેજાએ 7 બોલમાં 171ની સ્ટ્રાઈકરેટથી બેટિંગ કરી હતી અને 12 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ દરમિયાન તેમણે બે ફોર ફટકારી હતી. દુર્ગા ટીમના કેપ્ટન નિમિષાબેન સુથાર હતા તેમણે 19 બોલમાં 17 રન બનાવ્યા હતા. સમગ્ર ટીમ 10 ઓવરમાં 3 વિકેટે 75 રન બનાવ્યા હતા.
સંગીતા પાટિલનો બોલિંગમાં જલવો
તેના જવાબમાં અંબિકા ટીમે 9.4 ઓવરમાં 4 વિકેટે 77 રન બનાવ્યા હતા. અંબિકા ટીમમાંથી સૌથી વધુ રન કેપ્ટન માલતી મહેશ્વરીએ બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં દુર્ગા ટીમના સંગીતા પાટીલે 2 ઓવરમાં 8 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT