ANAND માં એક પરિવારનાં 2 અને બીજા પરિવારનાં 3ના લોકોની અંતિમયાત્રા, 2 ગામમાં શોકની લહેર

હેતાલી શાહ/આણંદ : કોંગ્રેસી ધારાસભ્ય પૂનમ પરમારના () જમાઇ કેતન પઢીયારે કાલે ત્રણ પરિવારના ગાડી નીચે રગદોળી નાખ્યા હતા. જેમાં એક પરિવારની પરિવારની ત્રણ મહિલા,…

gujarattak
follow google news

હેતાલી શાહ/આણંદ : કોંગ્રેસી ધારાસભ્ય પૂનમ પરમારના () જમાઇ કેતન પઢીયારે કાલે ત્રણ પરિવારના ગાડી નીચે રગદોળી નાખ્યા હતા. જેમાં એક પરિવારની પરિવારની ત્રણ મહિલા, રિક્ષા ચાલકનો પરિવાર અને બાઇક પર સવાર 2 યુવકોના અકસ્માતમાં મોત નિપજ્યાં હતા. દારૂ પીધેલી હાલતમાં પકડાયેલો કેતન ચાલી પણ શકવાની હાલતમાં ન હોવાનાં વીડિયો વાયરલ થઇ રહ્યા છે. આજે મૃતકોની જ્યારે અંતિમ યાત્રા નિકળી ત્યારે ત્રણ ગામના લોકો હિબચે ચડ્યાં હતા.

સોજિત્રાના રહેવાસી વિપુલ મિસ્ત્રી અને તેના પરિવારનું માર્ગ અકસ્માતમાં મોત થઇ ગયા બાદ તારાપુરના ટીંબા ગામ ગયા હતા. અહીંથી તેઓ રક્ષાબંધનની ઉજવણી કર્યા બાદ ઓટોરિક્ષા દ્વારા પોતાના ઘરે સોજિત્રા પરત ફરી રહ્યા હતા. જો કે ટીંબા ગામ નજીક પુરપાટ ઝડપે આવી રહેલી ગાડીએ રીક્ષાને અડફેટે લેતા વિપુલભાઇની પત્ની અને બે પુત્રીઓનાં મોત નિપજ્યાં હતા. એક જ પરિવારનાં ત્રણ લોકોનાં મોત થતા સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. આજે ત્રણેયની અંતિમયાત્રા નિકળી હતી. જેમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા. જ્યારે બાઇક પર રહેલા આણંદના બોરીયાવી ગામના સંદીય ઠાકોરભાઇ ઓડ (ઉ.વ 19) અને યોગેશ રાજેશભાઇ ઓડ (ઉ.વ 20) ના પણ મોત નિપજ્યાં હતા. બંન્ને એક જ પરિવારના હતા. જેના કારણે બોરીયાવી ગામમાં પણ શોકની લહેર દોડી હતી.

CONGRESSએ ચૂંટણીની રણનીતિ પણ કોપી કરી? જગદીશ ઠાકોરે આપ્યા ખેડૂતોને વાયદા…

બીજી તરફ આજે સોજિત્રામાં એક જ પરિવારના ત્રણ લોકોની અંતિમ યાત્રા જેમાં વિણાબેન મિસ્ત્રી અને તેમની બે પુત્રીઓ જાનવી અને જીયાના પણ મોત નિપજ્યાં હતા. એક જ ગામમાં ત્રણ લોકોનાં મોત અને તેમાં પણ બે માસુમ બાળકીઓના મોતને કારણે સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. ઉપરાંત પરિવાર પર તો જાણે આભ ફાટી પડ્યું હતું. બીજી તરફ અંતિમ સંસ્કારમાં વિપુલભાઇ પોતે પણ જોડાઇ શક્યા નહોતા. તેમને હજી આ મૃત્યુ અંગે જાણ પણ કરવામાં આવી નથી. હાલ તેઓની સારવાર ચાલી રહી છે.

અમદાવાદનો ZOMATO ડિલિવરી બોય બન્યો દારૂનો સપ્લાયર, પોલીસે દબોચી લીધો

ઘટના અંગે માહિતી મળતા મે ફોન દ્વારા અધિકારીઓને જરૂરી સુચના આપી છે. ઉપરાંત પરિવારના લોકો સાથે પણ વાત કરીને તેમને સાંત્વના પાઠવી છે. તમામ પ્રકારે મદદ કરવા માટેનીપણ બાંહેધરી આપી છે. આ ઉપરાંત આ મુદ્દે નિષ્પક્ષ તપાસ કરવા માટેની પણ હું ખાત્રી આપુ છું. – મિતેશ પટેલ (સાંસદ આણંદ)

પોલીસ દ્વારા ધારાસભ્ય પૂનમ પરમારનાા પારિવારિક જમાઇ અને વકીલ તેવા કેતન પઢીયારની ધરપકડ કરી લેવામાં આવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતો. આ દારૂડિયા જમાઇએ આખા હસતા રમતા 2 પરિવારના લોકોનો માળો વિખેરી નાખ્યો હતો.

    follow whatsapp