હિતેશ સુતરીયા, અરવલ્લી: વિશ્વભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોને ફરી માથું ઉચકતા તંત્ર ફરી હરકતમાં આવ્યું છે. કોરોના સમયે લાગેલા આકરા પ્રતિબંધો ફરી એક વખત લાગે તેવી અટકળો લાગી રહી છે. આ દરમિયાન બાયડના ધારાસભ્ય ધવાલસિંહ ઝાલાએ માલપુર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી છે. માલપુર આરોગ્યકેન્દ્રમાં ડોકટર , નર્સ સહિતના સ્ટાફ સાથે મુલાકાત કરી જરૂરી ચર્ચા કરી હતી.
ADVERTISEMENT
ચીન સહિત વિશ્વમાં કોરોના એ ફરીથી માથું ઊંચક્યું છે ત્યારે હવે ગુજરાતમાં પણ આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે તો પદાધિકારીઓ પણ પ્રજા હિત માટે સતત ચિંતિત જોવા મળી રહ્યા છે. બાયડ – માલપુર વિધાન સભાના પ્રજા સેવક ધારાસભ્ય ધવલસિંહ ઝાલા માલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને આરોગ્ય કેન્દ્રમાં ડોકટર , નર્સ સહિતના સ્ટાફ સાથે મુલાકાત કરી જરૂરી ચર્ચા કરી હતી.
દાખલ દર્દીઓને ખબર અંતર પૂછ્યા
ભાજપ માંથી ટિકિટ ન મળતા અપક્ષ ચૂંટણી લડનાર અને ચૂંટણીમાં જીત મેળવી અને ભાજપને ટેકો આપનાર ધવાલસિંહ ઝાલા કોરોનાનું સંક્રમણ વધે તે પહેલા આરોગ્ય કેન્દ્રણી મુલાકાતે પહોંચ્યા છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ખબર અંતર પૂછ્યા હતા તેમજ પ્રસૂતા મહિલાઓને બાળ કીટની ભેટ આપી હતી. બીજી તરફ કોરોના સંકટમાં તકેદારીના ભાગરૂપે તેમજ માલપુર આરોગ્યકેન્દ્રમાં કેવી તૈયારીઓ છે. કેવી વ્યવસ્થા છે તે અંગે નિરીક્ષણ કરી ડોકટર સાથે ચર્ચા કરી હતી.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધે તે પહેલા તકેદારીના ભાગ રૂપે મિટિંગોનો ડોર શરૂ થઈ ચૂક્યો છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ દરમિયાન 3 લોકો ડિસ્ચાર્જ થયા છે. આ સાથે 16, 073 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.13 ટકાએ પહોંચ્યો છે.
ADVERTISEMENT