નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ ભરૂચ લોકસભા બીજેપીના ગઢમાં ગાબડું પાડવા શું છે ચૈતર વસાવાનો એક્સન પ્લાન..? લોકસભાની ચૂંટણીને મુદ્દે પોતાના રાજકીય ગૃરું છોટુભાઈ વસાવા વિશે શું કહ્યું??… કોંગ્રેસ આપ નું ગઠબંધન કેવી તે ઉમેદવાર બનશે???, તમામ મુદ્દે ગુજરાત તકના એક્સક્લુઝીવ ઇન્ટરવ્યુમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ આવા ઘણા સ્ફોટક સવાલોના જવાબો આપ્યા છે.
ADVERTISEMENT
Asia Cup 2023: સંપૂર્ણ ફિટ ના હોવા છતા ટીમ ઈંડિયામાં સિલેક્શન, KL રાહુલ પર આટલી મહેરબાની કેમ?
હું ચૂંટણી લડીશ, કોંગ્રેસને સમર્થન કરીશું- ચૈતર વસાવા
ભરૂચ લોકસભાની ચૈતર વસાવાએ કહ્યું કે તે પોતે ચૂંટણી લડશે ત્યારબાદ અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલે કહ્યું કે તે પણ ચૂંટણી લડવા માંગે છે. જેના કારણે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. કારણ કે INDIA ગઠબંધન બનાવ્યું છે, જેમાં કોંગ્રેસ અને આપ બન્ને સાથે છે. અને આ બધાની વચ્ચે હવે ચૈતર વસાવા ભરુચ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ચૂંટણી લડવા માટે તે તૈયાર છે પરંતુ પક્ષ જે નિર્ણય લેશે તે પ્રમાણે તેઓ કામ કરશે તેમને જણાવ્યું હતું કે અમે સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. ભરુચ સીટ પર કોંગ્રેસે ત્યારે વર્ષોથી કોઈ આદિવાસી સમાજના ઉમેદવારને ટિકિટ નથી આપી. ત્યારે આ વખતે અમે ગઠબંધન કરીને હું ચૂંટણી લડીશ અને જો કદાચ કોંગ્રેસ તરફી ઉમેદવાર આવશે તો અમે તેમને સમર્થન કરીશું પરંતુ અમારા તરફથી સંપૂર્ણ તૈયારી અમે કરી લીધી છે. સાથે ચૈતર વસાવા એમ પણ કહ્યું કે તેઓ પોતાના રાજકીય ગુરુ છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા સાથે પણ આ બાબતે ચર્ચા કરશે. ગુજરાત તક સાથે ખાસ વાતચીતમાં ચૈતર વસાવાએ ભરૂચ લોકસભાની સીટને લઈને તેમની કેવી તૈયારી છે અને કયા મુદ્દાઓને લઈને ચૂંટણી લડશે આવવો જોઈએ…
ADVERTISEMENT