નર્મદા: ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની પાંચ બેઠકો આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવા સતત ચર્ચામાં છે, ડેડીયાપાડા બેઠકના ધારાસભ્યએ થોડા સામે પહેલાજ સાંસદ મનસુખ વસાવાને પડકાર ફેક્યો હતો. ત્યારે હવે તેને ગુજરાત રાજ્યથી અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે.
ADVERTISEMENT
ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારને અલગ ભીલ પ્રદેશ જાહેર કરવાની માંગ કરી છે. તેઓએ કહ્યું કે, તેઓ આ અંગે ગુજરાત, રાજસ્થાનના આદિવાસી નેતા સાથે બેઠક કરશે. આદિવાસીઓની સંસ્કૃતિ પર અતિક્રમણ થઈ રહ્યું છે. આગામી દિવસમાં ભીલીસ્તાન માટે મુહિમ ચલાવીશું.
આ માંગ આમ આદમી પાર્ટીની નથી
ચૈતર વસાવાએ કહ્યું કે, આ અમારો આજનો મુદ્દો નથી, આ માગ ચાર રાજ્યોમાંથી ઉઠી છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસીઓની આ માંગ છે. તમે ઈતિહાસ જોઈ લો. ગુજરાત બહારથી પણ આ માંગ ઉઠી છે. આ માંગ આમ આદમી પાર્ટીની નથી, પરંતુ સ્થાનિક લોકોની છે. કેવડિયામાં તપાસ કરો તો કેવડિયામાં કેટલાય નેતાઓએ જમીન પચાવી પાડી છે. અમારો ભીલપ્રદેશ હતો, તમે ઈતિહાસ જોઈ લો. 75 વર્ષના વિકાસની વાતો કરાય છે, પરંતુ અમારો ક્યાંય વિકાસ થતો નથી. ત્યારે ભીલ પ્રદેશને લઈ ચૈતર વસાવા સરકાર સાથે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: પૂરપાટ ઝડપે આવતી કારે શાકભાજીની લારીને મારી ટક્કર, યુવકનું મોત
જાણો ભીલ પ્રદેશ શું છે
ભીલીસ્તાન કે ભીલપ્રદેશની વ્યાખ્યામાં ગુજરાતમાંથી ડાંગ, દાહોદ, નર્મદા અને તાપી જિલ્લા ઉપરાંત સુરત, ભરૂચ, વલસાડ, વડોદરા, પંચમહાલ સાબરકાંઠા અને નવસારી જિલ્લાના અમુક વિસ્તારોનો સમાવેશ થાય છે. ઉલ્લખેખનીય છે કે ભીલએ ગુજરાતમાં આદિવાસીઓનો સૌથી મોટો સમૂહ છે. ગુજરાતમાં આ સિવાય હળપતિ, રાઠવા, નાયકડા, ગામીત, વારલી, ધાનકા, દોઢિયા, ચૌધરી, અને પટેલિયાઓની પણ વસતિ છે. આ સિવાય કોટવાળિયા, કાઠોડી, સીદી, પાધર અને કોલઘા પણ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તેમની સંખ્યા ખૂબ ઓછી છે. ત્યારે અલગ ભીલ પ્રદેશની માંગ આ પહેલા છોટુભાઈ વસાવાએ પણ આ મામલે માંગ કરી હતી. ચુંટણી સમયે અનેક વખત અલગ ભીલીસ્તાનની માગણી થઈ ચૂકી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT