નવસારીઃ વાંસદા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને કાર અકસ્માત નડ્યો છે. વાંસદાના અંકલાછ ગામેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો છે. દરમિયાન તેમની કાર એક ઝાડ સાથે ભટકાઈ ગઈ છે. કારને ઘણું નુકસાન થયું છે જ્યારે ધારાસભ્ય અનંત પટેલ અને ડ્રાઈવરનો બચાવ થતા લોકોએ હાંશકારો અનુભવ્યો છે. અનંત પટેલને સામાન્ય ઈજાઓ થઈ છે.
ADVERTISEMENT
‘ગુજરાતના પાગલો તમે કેમ છો?’- બાગેશ્વર બાબાએ ગુજરાતીમાં પુછી ખબર, કહ્યું- ‘જ્યાં જુઓ ત્યાં પાગલો જ પાગલો’
બાઈક ચાલકને બચાવવા જતા થયો અકસ્માત
વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય વાંસદાના અંકલાછ ગામેથી કારમાં પસાર થઈ રહ્યા હતા. દરમિયાન તેમની સાથે તેમની કારનો ચાલક પણ હતો. જોકે ત્યારે અચાનક સામે આવેલા બાઈક ચાલકને બચાવવા જતા કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. કારની ઝડપ અને અચાનક રોડ નીચે ઉતરી જતા કાબુ થઈ શક્યો ન હતો. જેના કારણે કાર રોડ પાસેના એક ઝાડમાં સામેની બાજુએ ભટકાઈ ગઈ હતી. કાર અકસ્માત થતા જોકે કોઈને ઈજાઓ થઈ નથી. હાં ધારાસભ્ય અનંત પટેલને સામાન્ય ઈજાઓ થઈ હોવાની વિગતો સામે આવી છે. અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો. આ તરફ કારને ઘણું નુકસાન પણ થયું હતું.
(ઈનપુટઃ રોનક જાની, નવસારી)
ADVERTISEMENT