અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં ગુમ થયેલા યુવકની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા યુવકની તેના જ મિત્રએ હત્યા કરીને લાશના ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હોવાની ખુલાસો થયો છે. હેવાનિયત ભરી આ હરકત પાછળ યુવકનું મિત્રની પત્ની સાથે અફેર હોવાનું કારણ સામે આવ્યું છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે પતિ-પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ADVERTISEMENT
મિત્રની પત્ની સાથે આડાસંબંધમાં યુવકની હત્યા
ઘટનાની વિગતો મુજબ, શહેરના બાપુનગર વિસ્તારમાં અચાનક યુવક ગુમ થઈ જતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસમાં તેની લાશ મળી આવી હતી. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કરતા જણાવ્યું હતું કે મૃતક યુવક તેના મિત્રના ઘરે આવ-જા કરતો હોવાથી મિત્રની પત્ની સાથે તે સંપર્કમાં આવ્યો હતો અને ફોનમાં બંનેની વાતો થતી હતી. યુવક વારંવાર મિત્રની પત્નીને તેની સાથે આડાસંબંધ રાખવાની ફરજ પાડતો, જેની જાણ મિત્રને થઈ જતા તેણે યુવકને ઘણો સમજાવ્યો અને પત્ની સાથે સંબંધ ન રાખવા કહ્યું હતું. જોકે તેમ છતાં યુવક ન માન્યો અને તેનું ગંભીર પરિણામ આવ્યું.
પતિ-પત્નીએ મળીને હત્યાને અંજામ આપ્યો
પતિ અને પત્નીએ બંનેએ સાથે મળીને યુવકની હત્યાનું ષડયંત્ર રચ્યું. પત્નીએ યુવકને ફોન કરીને પોતાના ઘરે મળવા માટે બોલાવ્યો હતો અને બાદમાં આંખે પાટા બાંધીને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છે તેમ કહ્યું. આ બાદ પાછળથી પતિએ તલવારના ઘા ઝિંકીને યુવકને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. બંને આટલેથી ન અટક્યા અને યુવકનું માથું ધડથી અલગ કરીને બાદમાં લાશના ટુકા કરીને કેનાલમાં ફેંકી દીધા હતા. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં પ્રેમ સંબંધમાં યુવકની હત્યાનો ખુલાસો થયો હતો.
ADVERTISEMENT