દિગ્વિજય પાઠક.વડોદરાઃ વડોદરા શહેરની 19 વર્ષીય કશિશ ગોસ્વામીએ ભારતના સૌથી મોટા ગ્લેમેનન્ટ મિસ ટીન દિવા પેજન્ટમાં ભાગ લીધો હતો અને મિસ ટીન ગ્રાન્ડ ઈન્ડિયાનું તાજ પોતાના માથે સુશોભિત કરવામાં સફળ રહી હતી. આ કોમ્પીટીશન જયપુર ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. જ્યાં કશિશે મિસ ટીન ગ્રાન્ડ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો અને આગામી જૂન મહિનામાં થાયલેન્ડ જઈને ઇન્ટરનેશનલ પેજન્ટમાં આપણા ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે.
ADVERTISEMENT
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જર્નાલિઝમ અને કમ્યુનિકેશન ફેકલ્ટીમાં અભ્યાસ કરતી કશિશ ગોસ્વામી ભણતરની સાથે સાથે પોતાની ઓળખ બનાવી રહી છે. વડોદરાની આ દીકરી પોતે જોયેલા સ્વપ્નને સાકાર કરવા તનતોડ મહેનત કરી રહી છે. તાજેતરમાં જ કશિશે મિસ ટીન દિવા પેજન્ટમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 13 વર્ષથી 19 વર્ષ સુધીની છોકરીઓ ભાગ લઈ શકે છે. આખા દેશમાંથી આવેલી 35 છોકરીઓને પાછળ પાડીને કશિિશે વડોદરાનું નામ રોશન કર્યું છે. અને મિસ ટીન ગ્રાન્ડ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. આ પેજન્ટમાં ઘણા રાઉન્ડસ્ હોય છે જેમકે, સ્પીચ રાઉન્ડ, પર્સનલ ઇન્ટરવ્યૂ, ફોટો શૂટ, રેમ્પ વૉક, બ્યુટી વિથ બ્રેઇન, વગેરે. કશિશ ગોસ્વામીએ પોતાના અનુભવ જણાવતા કહ્યું કે, મને અલગ અલગ રાજ્યો અને શહેરોની એટલી બધી છોકરીઓને મળવાની તક મળી, ભલે આ સ્પર્ધા હતી છતાં પણ મને ખુબ જ સારા મિત્રો મળ્યા અને ખૂબ જ સારી મિત્રતા પણ થઈ છે.
ADVERTISEMENT