Gandhinagar News: 10 વર્ષ બાદ મંત્રી કે સરકારી કર્મચારીને મળતી ભેટ સોગાદ મામલે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મંત્રી કે સરકારી કર્મીઓ ફરજ દરમિયાન 5 હજાર સુધીની ભેટ-સોગાદ અને જો વિદેશી હોય તો 10 હજાર સુધીની ભેટ-સોગાદ રાખી શકશે. આનાથી વધુ કિંમતની ભેટ સોગાદો હશે તો સરકારને નક્કી કરેલી રકમ ચૂકવવાની રહેશે.
ADVERTISEMENT
તોશાખાના નિયમો,2024 મુજબ મહત્વની ફેરફાર
2014ના નિયમ પ્રમાણે અગાઉ એક હજાર રૂપિયા સુધીની ભેટ-સોગાદો ફરજ દરમિયાન રાખી શકતા હતા. એ નિયમમાં ફેરફાર કરી હાલમાં તોશાખાના નિયમો,2024 મુદ્દે નાણાં વિભાગ દ્વારા એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત હવે એક હજારથી વધારીને 5 હજાર રૂપિયા સુધીને ભેટ-સોગાદ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
જમા વસ્તુઓ-ભેટનો નિકાલ કેવી રીતે કરાશે?
પરિપત્ર મુજબ, તોશાખાનાની વસ્તુઓ, ભેટ/વેચાણ આપવા અથવા બીજા કોઇ હેતુ માટે જરૂરી ન હોય અથવા સંગ્રહાલય કે બીજા સ્થળોએ ઉપયોગ માટે લોન પર આપવા અથવા મુળ વસ્તુ જમા કરાવનાર વ્યકિત ઉપર્યુકત શરતોએ વસ્તુઓ લેવા માંગતા ન હોય તો તે વસ્તુઓ કાયમી વ્યવસ્થાના ભાગરૂપે વર્ષમાં રાષ્ટ્રીય પર્વ અથવા મહત્વના રાષ્ટ્રીય દિવસો અથવા અન્ય દિવસોના નજીકના સમયગાળામાં ઇ-હરાજી/વેચાણથી નિકાલ કરવામાં આવશે. તોશાખાનાની ચીજ-વસ્તુઓની ઇ-હરાજી/વેચાણ બાદ ઈ-પેમેન્ટથી મળેલ રકમ જમા થયાની ખાતરી કર્યા બાદ ખરીદનારને વસ્તુઓ સોંપવામાં આવશે. આ રીતે મળેલ રકમ ઈ-પેમેન્ટ દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી. (ગરવી) દ્વારા ત્રિ-માસિક ધોરણે જમા કરાવવાની રહેશે.
ADVERTISEMENT