મોરબી: લવ જેહાદના કિસ્સા સતત વધી રહ્યા છે આ દરમિયાન મોરબીના પ્રવાસે ગયેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ લવ જેહાદ અંગે આપી સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે કોઈ પણ સલીમ સુરેશ બનીને બેન દિકરીયું ને ફસાવશે તો તેને સાખી નહીં લેવામાં આવે. કોઈ સુરેશ પણ સલીમ બનીને આવું કૃત્ય કરશે તો તેને પણ સાખી નહીં લેવામાં આવે
ADVERTISEMENT
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, મોરબી જિલ્લાના નાગરિકોને હું આજે સૂચન અને ચેતવણી આપવા આવ્યો છું. મારુ સૂચન ખૂબ ગંભીરતા પૂર્વક અને જેના મનમાં નાની મોટી માનવતા બચી હોય તે તમામ લોકો ખાન ખોલી ને સાંભળી લે . દુનિયાનાના કોઈ પણ ખૂણામાં ખાસ કરીને ગુજરાતની ધરતી પર પ્રેમ કરવો કોઈ ગુનો નથી. પરંતું પ્રેમના નામને બદનામ કરનાર કાન ખોલીને સાંભળીલે. કોઈ સલીમ સુરેશ નામ ધારણ કરી અને મારી ભોળી દીકરીને ફસાવશે તો તે દીકરીના ભાઈ તરીકે હું અહી આવ્યો છું. કોઈ સુરેશ સલીમ બની ને પ્રેમ કરે તો પણ ખોટું છે. પ્રેમ કરવાનો હક્ક બધાને છે. પણ પ્રેમના નામે કોઈ ભોળી દીકરીને ફસાવશે તો તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ કરશે કાર્યવાહી
આ પ્રકારની કોઈ પણ અરજી , કોઈપણ પરિવારજનો કોઈ પણ પોલીસચોકીમાં આવે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે. તેના પર તપાસ કરવામાં આવશે અને મારી ભોળી દીકરીઓને નર્કમાં જતાં ફસાવવાની કોશિસ કરશે તો પોલીસ તેમની સામે કાર્યવાહી કરશે.
લોકોને કરી વિનંતી
મારી મોરબી નગરજનોને વિનતિ છે કે પ્રેમના શબ્દને પ્રેમની આસ્થાને બદનામ કરવાનો હક કોઈને નથી. તમામ પરિવારની જવાબદારી છે કે કોઇની આસ્થા અને ભાવનાને ઠેસ ન પહોંચે તેની જવાબદારી તમામ સમાજના અગ્રણીએ લેવી જોઈએ. પોલીસ સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ પ્રકારની એક પણ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવશે.
(વિથ ઈનપુટ: રાજેશ આંબલીયા, મોરબી)
ADVERTISEMENT