ગાંધીનગર : પીએમ મોદીના માતા હીરા બાનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા બે દિવસથી યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ હતા. તેમની સધન સારવાર ચાલી રહી હતી. જો કે આજે વહેલી સવારે 3.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ અંગે પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને માહિતી આપી હતી.
ADVERTISEMENT
PM મોદી પોતાની માતાન નિધન અંગે માહિતી આપી
પીએમ મોદીના માતાના નિધન અંગે માહિતી મળતાની સાથે જ હીરાબાના અંતિમ દર્શન કરવા માટે પીએમ મોદી પહોંચ્યા હતા. હીરાબાના અવસાન અંગે ભાજપ સહિત રાજનીતિના અનેક દિગ્ગજો દ્વારા ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી શાહે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજોએ ટ્વીટ કરીને બાને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
ADVERTISEMENT