ગાંધીનગરઃ દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પશુપાલકો માટે એક આનંદ ઉલ્લાસ લઈને આવતો નિર્ણય કરવામાં આવ્યો છે. ગાંધીનગર દૂધ સંઘે દૂધના ભાવમાં કિલો ફેટે વધારો કર્યો છે. કિલો ફેટ દીઠ રૂપિયા 35નો મોટો વધારો કરવામાં આવ્યો છે. દૂધ ઉત્પાદકોને ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ તરફથી જાણે મોટી ભેટ મળી છે. આ ભાવને આગામી બે દિવસમાં એટલે કે 11 ડિસેમ્બર સુધીમાં લાગુ કરી દેવામાં આવશે.
ADVERTISEMENT
આ બે ડેરીઓએ પણ આપ્યા હતા ભાવ વધારા
ગાંધીનગર જિલ્લામાં સંઘના નિર્ણયથી પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે હમણાં જ દિવાળી આવી ત્યારે જ મોટાભાગની ડેરીઓએ પશુપાલકોને ભાવ વધારો આપ્યો હતો. ગાંધીગર દૂધ સંઘમાં દરરોજ દૂધની આવક નોંધવામાં આવે છે. વિવિધ પ્રોડક્ટ્સ બનાવવા મિાટે વપરાતા આ દૂધનની માગ અને વપરાશને જોતા ગાંધીનગર ડેરી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં દૂધના બાવ વધારી દેવાયા છે. હમણાં જ સુરેન્દ્રનગરની સુર સાગર ડેરીએ પ્રતિકિલો ફેટે રૂ. 20નો વધારો આપ્યો હતો. પશુઓના દાણના ભાવમાં રૂ. 25નો ઘટાડો કરાયો હતો. દૂધ સાગર ડેરી મહેસાણાએ પણ હમણાં દિવાળીમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 10નો વધારો આપ્યો હતો.
ADVERTISEMENT