સુરત : શહેરમાં કારીગરોને નોકરીમાંથી છુટા કરાતા માલિક સહિત ત્રણ લોકોની ઘાતકી હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કારખાના માલિક, પિતા અને મામામની હત્યા કરી દેવાઇ છે. આ મુદ્દે 2 સગીર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ત્રિપલ હત્યા મુદ્દે એક બેઠક મળી છે. પોલીસ ભવન ખાતે મહત્વની બેઠક મળી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકમાં હાજર છે. મંત્રી અને ઉદ્યોગ અગ્રણીઓની બેઠક મળી છે. જેમાં પૂર્વ ધારાસભ્ય વિનુ મોરડિયા અને દિનેશ નાવડિયા સહિતના અગ્રણીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
કારખાના માલિક અને તેના પિતા તથા મામાની હત્યા
કારખાના માલિક તેના પિતા અને તેના મામાની હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, કામદાર કઇ રીતે ચપ્પુથી માલિકની હત્યા કરી છે. કામદાર પાછળ પડી જતા માલિક સીડીથી નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતું. કામદારને નોકરીમાંથી છુટો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ કામદારોએ અદાવત રાખી માલિકની હત્યા કરી હતી. આ તમામ કામદારો પરપ્રાંતિય હતા.
એમ્બ્રોડરીમાં કામ કરતા કારીગરને છુટો કરતા સર્જાયો ઘટનાક્રમ
એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરતા કારીગરને છુટો કરી દઇને તેણે મળતીયાઓને બોલાવીને ચપ્પુથી જીવલેણ ઘાતક હુમલો કર્યો હતો. કારખાનાના માલિક અને તેના પિતા પર હુમલો કર્યો હતો. દરમિયાન ઘટના સ્થળે હાજર કારખાનાના માલિકના મામા બચાવવા પડ્યા હતા. મારામારીની ઘટનામાં ઘાયલ ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે ટુંકી સારવાર બાદ ત્રણેયના મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
એક જ પરિવારના 3 લોકોની હત્યાથી પોલીસ ચોકી
એક જ પરિવારના ત્રણ લોકોની હત્યાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. સુરત ટેક્સટાઇલનું હબ છે. આ ક્ષેત્રે જ રોજીરોટીની શોધમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય આવતા હોય છે કારીગરોને છુટા કરાતા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા 2 સગીર આરોપીઓની ધરપક કરવામાં આવી છે. આ બંન્ને ઓરિસ્સાના વતની હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT