મહેસાણા: ઉધઈને દેશને અંદરથી કોરી ખાતા આ કૌભાંડીઓ હવે બાળકોના હકનું ભોજન પણ નથી છોડી રહ્યા. રાજ્યમાં મધ્યાહન ભોજન યોજનામાં મહેસાણા જિલ્લામાં મોટું કૌભાંડ સામે આવી રહ્યું છે. વિજાપુરના 4 મધ્યાહન ભોજન કેન્દ્રોમાં અનાજ સગેવગે કરવાનું કૌભાંડ મામલતદારની ટીમની સરપ્રાઈઝ ચેકિંગમાં પકાયું હતું.
ADVERTISEMENT
વિગતો મુજૂબ, મહેસાણા જિલ્લાના વિજાપુરમાં મામલતદારની ટીમ દ્વારા વિજાપુર સેકન્ડરી સ્કૂલ, મણીપુરા, હાથીપુરા, લાડોલ કેન્દ્રોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં 4 મધ્યાહન ભોજન કેન્દ્રમાં ઘઉં, ચોખા, દાળ, તેલની કુલ 1 હજાર 90 કિલોની ઘટ મળી આવી હતી. જેમાં 228 કિલો ઘઉં, 651 કિલો ચોખા, 60 કિલો તુવેર દાળ અને 151 કિલો તેલ હતું.
હકીકતમાં વિજાપુર પોલીસે તાજેતરમાં 150 કિલો શંકાસ્પદ તુવેરદાળના જથ્થા સાથે દુકાન માલિક સહિત 3 શખ્સોને પકડ્યા હતા. જે મામલે પકડાયેલા બે શખ્સોના સગાના ચાલતા રેગ્યુલર અને ચાર્જમાં ચાલતા ચાર મધ્યાહન ભોજન કેન્દ્રોમાં મામલતદારની ટીમે તપાસ હાથ ધરી હતી. ત્યારે મામલતદાર દ્વારા સરકારી અનાજના જથ્થામાં ઘટ મળતા બંને સંચાલકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી અને ખુલાસો માગવામાં આવ્યો હતો.
ADVERTISEMENT