MGNREGA wages: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે (Narendra Modi Govt) 'મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના' (MGNREGA) હેઠળ કામ કરતા શ્રમિકોને મોટી ભેટ આપી છે. આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) પહેલા એક મોટી જાહેરાત કરતા સરકારે મનરેગાના વેતન દરમાં 3થી 10 ટકાનો વધારો કર્યો છે. મતલબ કે હવે મનરેગા કામદારોને વધુ પૈસા મળશે. અંગે ગુરુવારે નોટિફિકેશન જાહેર કરીને માહિતી આપવામાં આવી છે.
ADVERTISEMENT
1 એપ્રિલથી લાગું થશે નવા દરો
કેન્દ્ર સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા નાણાકીય વર્ષ 2023-25 માટે વેતન દરોમાં આ વધારો 1 એપ્રિલ, 2024થી લાગુ થશે. સરકારી નોટિફિકેશન પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વેતન દરમાં સૌથી ઓછો 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ગોવામાં વેતન દરમાં સૌથી વધુ 10.6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં 256થી વધારીને 280 રૂપિયા કરાયા
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હવે મનરેગા હેઠળ કામ કરતા કામદારોને 280 રૂપિયા દૈનિક વેતન આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં ગત વર્ષે મનરેગા યોજના હેઠળ શ્રમિકોને અપાતા દૈનિક વેતન દરમાં વધારો કરીને 256 રૂપિયા કરવામાં આવ્યો હતો.
વર્ષ 2005માં કરાઈ હતી શરૂઆત
મનરેગા (મનરેગા) પ્રોગ્રામની શરૂઆત 2005માં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. આ રોજગાર ગેરંટી યોજના છે અને આ અંતર્ગત સરકાર એક લઘુત્તમ વેતન નક્કી કરે છે, જેના પર ગ્રામીણ વિસ્તારોમાં લોકોને નોકરી પર રાખવામાં આવે છે. જેમાં તળાવો, ખાડાઓ ખોદવાથી માંડીને ગટર બનાવવા સુધીની કામગીરીનો સમાવેશ થાય છે. આમાં સમગ્ર વર્ષ દરમિયાન 100 દિવસની રોજગારની ખાતરી આપવામાં આવે છે.
ADVERTISEMENT