હાલોલઃ હાલોલ બાયપાસ રોડ પર આવેલી એમજી મોટર્સમાં નકરી કરતી એક યુવતીની લાશ ગર્લ્સ હોસ્ટેલમાં લટકતી હાલતમાં મળી આવી છે. આ 18 વર્ષની યુવતીની લાશ મળતા ઘણી ચકચાર મચી ગઈ હતી સાથે જ યુવતીએ આપઘાત કર્યો છે કે તેની હત્યા છે તેને લઈને પણ શંકાઓ ઉપજી છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે યુવતીની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
સાથે રહેતી યુવતીઓ લટકતી લાશ જોઈ ડરી ગઈ
પ્રાપ્ત વિગતો અનુસુરા ઘોઘંબા તાલુકાના જીતપુર ગામની 18 વર્ષીય ઉર્વશી પરમાર હાલોલ બાયપાસ રોડ પર આવેલી મીટર્સનું ઉત્પાદન કરતી એમજી મોટર્સ કંપનીમાં નોકરી કરતી હતી. ઉર્વશી ઘોઘંબામાં માતા-પિતા અન્ય બે બહેનો અને એક ભાઈ સાથે રહેતી હતી. જોકે નોકરી લાગ્યા પછી તે અહીં બાયપાસ રોડ પર જ રાવજી રેસીનેડન્સીના બાજુમાં કંપનીની ગર્લ્સ હોસ્ટેલમાં તે રહેતી હતી. તેની સાથે અન્ય ત્રણ યુવતીઓ પણ રહેતી હતી. આ ત્રણ યુવતીઓ નોકરી પર ગઈ હતી, જોકે તેઓ પાછી આવી ત્યારે રૂમમાં ઉર્વશીની લાશ પંખા પર લટકી રહી હતી. યુવતીઓ આ દ્રશ્ય જોઈ ડરી ગઈ અને બુમો પાડવા લાગી. અન્ય યુવતીઓ પણ દોડી આવી ત્યારે હોસ્ટેલના વોર્ડનને આ અંગે જાણ કરાતા તેઓ પણ દોડી આવ્યા હતા. મામલાની જાણ હાલોલ ટાઉન પોલીસને કરવામાં આવી હતી તથા યુવતીના પરિવારને પણ જાણકારી અપાઈ હતી.
અમદાવાદની કે.ડી. હોસ્પિટલના સર્વર પર સાયબર એટેક, ડેટા માટે 70 હજાર ડોલરની કરી માગ
‘પપ્પા શનિવારે મળીશું’- કહેતી દીકરી જીવતી ન મળી
નાનકડા ગામમાંથી આવતી ઉર્વશી અહીં પોતાની કારકિર્દી ઘડવા ગત મહિને જ નોકરી પર લાગી હતી. તે હમણાં જ વીકલીઓફ હતો ત્યારે પરિવારને મળવા ગઈ હતી. રવિવારે સાંજે તેના માતા-પિતા તેને હોસ્ટેલના ગેટ સુધી મુકવા આવ્યા હતા. ત્યારે તે કહેતી પણ હતી કે પપ્પા બાય આવલતા શનિવારે મળીશું. દીકરી કે જેને હમણાં જ હેમખેમ જોઈ હોય અને ક્ષણ ભરમાં તેની લાશ જોવાની આવે ત્યારે પિતાના હૃદય પર કેવી વજ્રઘાત પડે છે તે અકલ્પનીય છે. અત્યંત સરળ સ્વભાવ અને કોઈ સાથે ઘરમાં બોલાચાલી પણ નહીં. તો પછી તેણે આવું પગલું કેમ ભર્યું હશે અથવા તો તેની હત્યા કે આત્મહત્યા તેને લઈને પોલીસ તમામ પાસાઓની તપાસ કરશે.
ADVERTISEMENT