અમદાવાદ: અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમને જોડતી મેટ્રો ટ્રેન આમ તો ઝડપી મુસાફરી માટે કરાવતી હોય છે, પરંતુ હવે મેટ્રોને પણ ટ્રેક પર અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિકથી છૂટકારા માટે બનેલા પિલ્લર પર સડસડાત દોડતી મેટ્રોના કોરિડોરમાં હવે વાંદરાઓ આવવા શરૂ થઈ જતા મેટ્રો ટ્રેનને ઘણીવાર ઊભી રાખવી પડે છે. ખાસ કરીને થલતેજ અને સરદાર પટેલ સ્ટેડિયમ તરફ જતા વખતે મેટ્રો ટ્રેનના પાઈલોટને હોર્ન વગાડવા માટે સૂચનો કરાયા છે.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અત્યાર સુધીમાં ઘણીવાર મેટ્રોના ટ્રેકની રેલિંગ પર વાંદરાઓ આવવાના કિસ્સાઓ બની ચૂક્યા છે. ટ્રેન નજીક આવવા છતાં વાંદરાઓ હટતા ન હોવાથી ટ્રેનને ત્યાં અટકાવવી પડે છે. મેટ્રોના થલતેજથી વસ્ત્રાલ રૂટ પર અમુક જગ્યાએ વૃક્ષોની ઊંચાઈ મેટ્રોના ટ્રેક જેટલી જ છે, એવામાં ઘણીવાર વાંદરાઓ આ ટ્રેક પર આવી જતા હોય છે. ત્યારે હવે મેટ્રોના અધિકારીઓ દ્વારા આ સમસ્યાના સમાધાન માટે મેટ્રોના રૂટ પર આવેલા ઊંચા વૃક્ષોને ટ્રિમ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.
અત્યારથી વાંદરાઓના કારણે સર્જાયેલી આ સ્થિતિ મેટ્રોનો મોટેરા અને ગાંધીનગર રૂટ શરૂ કર્યા પછી વધુ મોટી બની શકે છે. કારણ કે ગાંધીનગરમાં લીલોતરી વધારે હોવાછી અહીં વાંદરાઓનો વસવાટ પણ વધુ છે. એવામાં હવે જોવાનું રહેશે કે મેટ્રોના અધિકારીઓ આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવે છે.
ADVERTISEMENT