Gujarat Weather: આ વર્ષે કેવું રહેશે ચોમાસું? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Predictions of Ambalal Patel: રાજ્યમાં ગરમી અને માવઠાનો એક રાઉન્ડ જોવા મળ્યા બાદ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી સામે આવી છે. તેમણે કરેલી આગાહી અનુસાર, 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે ત્યાર બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની રહે તેવી સંભાવના છે.

Predictions of Ambalal Patel

અંબાલાલ પટેલની નવી આગાહી

follow google news

Predictions of Ambalal Patel: રાજ્યમાં ગરમી અને માવઠાનો એક રાઉન્ડ જોવા મળ્યા બાદ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી સામે આવી છે. તેમણે કરેલી આગાહી અનુસાર, 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે ત્યાર બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની રહે તેવી સંભાવના છે.

અંબાલાલ પટેલની નવી આગાહી

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આવતીકાલથી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરનો ભેજના કારણે પ્રિ-મો્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ છે. જોકે, તેનાથી કાળઝાળ ગરમીમાં કોઈ રાહત મળશે નહીં. તારીખ 28-29 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી 41 ડિગ્રી કે તેથી વધુ ગરમી રહેશે. 

Board Result: CBSE ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આ તારીખે જાહેર થશે બોર્ડના પરિણામ

મે મહિનામાં થઈ શકે છે વરસાદઃ અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે જણાવ્યું કે, મેં મહિનામાં રાજ્યના કેટલાક ભાગમાં 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે. સાથે દેશના કેટલાક ભાગોમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી પણ થશે. અંબાલાલ પટેલે 10થી 14 મે દરમિયાન આંધી-વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. અરબ સાગરમાં 8 જૂનની આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળશે. દેશમાં સરેરાશ 89 CM વરસાદ પડી શકે છે. ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ 666.8 mm વરસાદ નોંધાવાની શક્યતા છે. દેશમાં ચોમાસું 1 જુન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે. તો ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે. અલનીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે. 
 
    follow whatsapp