Ambalal Patel's Forecast Of Rain In Gujarat: સામાન્ય કરતા આ વખતે નૈઋત્યના ચોમાસાએ ગુજરાતમાં ચાર દિવસ વહેલો પ્રવેશ કર્યો છે. ગુજરાતીઓને લાગતું હતું કે ચોમાસું બેસતાની સાથે જ બફારો પણ ઓછો થશે. કમનસીબે મંગળવારે ગુજરાતમાં ચોમાસાના શ્રીગણેશ થયા અને બુધવારે ફક્ત 24 કલાકમાં ચોમાસું નબળું પડી ગયું છે. અલબત્ત આ બધાની વચ્ચે હવામાન વિભાગે આજે અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં ચોમાસું મંદ પડી ગયુંઃ અંબાલાલ પટેલ
તો ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતના ભાગોમા ચોમાસું પહોચી ગયું છે, પરંતુ મંદ પડી ગયું છે. આગામી 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે. ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી. 17 જૂનથી 22 જૂન સુધી વરસાદ રહેશે.
'આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે'
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચોમાસું હાલ મંદ પડી ગયું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોચતા જ વરસાદનું વહન નબળું પડી ગયું છે. જોકે, હાલ તો થંડર સ્ટોમ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. થંડર સ્ટોમ એક્ટિવિટીના કારણે રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે.
17થી 19 જૂન ભારે પવન ફૂંકાશેઃ અંબાલાલ પટેલ
તેમણે જણાવ્યું કે, આગામી 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે. ચોમાસું સક્રિય થતા આગામી દિવસોમાં ભારે પવન ફુકાવવાની શક્યતા રહેશે. 17થી 19 જૂન પવનની ગતિ ભારે રહેશે. 17થી 22 સુધી ભારે પવન સાથે વરસાદ રહેશે. જ્યારે 22થી 25 જૂન સુધીમાં ચોમાસું જામશે. 25 જૂન સુધીમાં ભારે ગાજવીજ સાથે અમુક-અમુક વિસ્તારમાં વરસાદ થશે.
ઈનપુટઃ દુર્ગેશ મહેતા, ગાંધીનગર
ADVERTISEMENT