દરિયો બનશે તોફાની... ભારે પવન અને ગાજવીજ સાથે થશે વરસાદઃ આવી ગઈ અંબાલાલની ગજવતી આગાહી

Gujarat Tak

28 May 2024 (अपडेटेड: May 28 2024 3:39 PM)

Ambalal Patel's Forecast Of Rain In Gujarat: રેમલ વાવાઝોડાએ ભારત અને બાંગ્લાદેશમાં ભારે તબાહી મચાવી છે. આ વાવાઝોડાથી ભારતમાં 6 અને બાંગ્લાદેશમાં 10 લોકોના મૃત્યુ થયા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે.

Ambalal Patel's Forecast Of Rain In Gujarat

મેઘરાજાની તોફાની બેટિંગ માટે ગુજરાત રહે તૈયાર!

follow google news

Ambalal Patel's Forecast Of Rain In Gujarat: રેમલ વાવાઝોડાએ ભારત અને બાંગ્લાદેશમાં ભારે તબાહી મચાવી છે. આ વાવાઝોડાથી ભારતમાં 6 અને બાંગ્લાદેશમાં 10 લોકોના મૃત્યુ થયા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે. વાવાઝોડાએ વરસાદની પેટર્ન જ બદલી નાખી છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે અને કેટલાક હવામાન નિષ્ણાંતોએ જૂનના પહેલા અઠવાડિયાથી જ રાજ્યમાં વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરી છે. આ આગાહી ચોક્કસપણે લોકોને ભારે ઠંડક આપશે. 

શું કહે છે અંબાલાલની આગાહી?

રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જૂનના પહેલા અઠવાડિયામાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી હેઠળ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતનાં વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. જ્યારે મધ્ય ગુજરાતનાં  આણંદ, વડોદરા, નડીયાદ સહિતના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રનાં ભાગોમાં વરસાદ વરસી શકે છે. 

આ પણ વાંચોઃ 'વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડશે', અંગ દઝાડતી ગરમી વચ્ચે અંબાલાલ પટેલની નવી આગાહી

 

ક્યાં-ક્યાં પડશે વરસાદ?

અંબાલાલ પટેલે જણાવ્યું કે, અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે. જ્યારે પંચમહાલના કેટલાક ભાગો અને સાબરકાંઠામાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી વરસાદ લાવશે. કચ્છના કેટલાક વિસ્તારોમાં રોહિણી નક્ષત્ર હેઠળ વરસાદ થઈ શકે છે. આ દરમિયાન દરિયામાં પણ કેટલીક હીલચાલ જોવા મળી શકે છે. સાથે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.

સવા મહિના પછી પડશે સારો વરસાદ 

તેઓએ જણાવ્યું છે કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસુ સારૂ રહેશે. સવા મહિના પછી રાજ્યમાં સારો વરસાદ પડશે.

આ પણ વાંચોઃ Heat Wave: ગરમીથી ટપોટપ મોત! એક જ દિવસમાં અમદાવાદ, સુરત, વડોદરામાં 17 લોકોએ જીવ ગુમાવ્યો

 

હવામાન વિભાગે શું કહ્યું?

બીજી તરફ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી તેવી જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે અને ઉત્તર તેમજ મધ્ય ભાગમાં ત્રણ દિવસ માટે પ્રતિકલાક 25થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યના લઘુતમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. 
 

    follow whatsapp