Predictions of Ambalal Patel: ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. હાલમાં રાજસ્થાનની આસપાસના વિસ્તારમાં લૉ-પ્રેશર, મોન્સૂન ટ્રફ અને દક્ષિણ ગુજરાતમાં ઓફ-શોર ટ્રફ જેવી 3 સિસ્ટમની અસરથી બે દિવસ અમદાવાદ સહિત વિવિધ વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ તેમજ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel)ની આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે, 6 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT
અંબાલાલ પટેલે કરી ભારે આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં બનેલા ડીપ ડિપ્રેશનને પગલે પંચમહાલ, છોટાઉદેપુર, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની શક્યતાઃ અંબાલાલ
તેમણે જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનામા સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર, દ્વારકા અને જામનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તો કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
મધ્ય ગુજરાતમાં ક્યારે પડશે અતિભારે વરસાદ?
ગુજરાતમાં 12થી 16 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરતા તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આ સમયગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યચા છે.
હવામાન વિભાગે શું કરી આગાહી?
હવામાન વિભાગ (Meteorological department)એ પણ વરસાદને લઈને આગાહી કરી છે. તેમણે કહ્યું કે, લૉ-પ્રેશરની સિસ્ટમની અસરથી આગામી બે દિવસો દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં હળવોથી મધ્ય વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વાપી, સુરત, નવસારી, તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
આજે ક્યાં પડી શકે છે વરસાદ?
આજે 5 ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં આવતીકાલે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. વરસાદની આગાહીને પગલે માછીમારોને બે દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત 10 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં છૂટા છવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આાગાહી હવામાન વિભાગે આપી છે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 66.35 ટકા વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT