અમદાવાદ : રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને પગલે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. 18 જુલાઇ બાદ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી થાય છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે.
ADVERTISEMENT
હવામાન વિભાગના અનુસાર આજે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા છે. જ્યારે આવતીકાલે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડશે તો 18 જુલાઇએ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
19 જુલાઇએ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, બરોડા, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 20 જુલાઇએ કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
સ્કાયમેટ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 1 અઠવાડીયું ફરી ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ કરી શકે છે. ગુજરાત પર સાયક્લોનિક સર્કુલેશન બનશે. દક્ષિણ-પૂર્વી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. કચ્છ અને જામનગર-દ્વારકામાં પણ વરસાદનું જોર સામાન્ય રહેશે. વરસાદ નથી થયો ત્યાં સારો વરસાદ પડી શકે છે. વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, ભાવનગર, તાપીમાં વરસાદ થશે.
ADVERTISEMENT