આગામી 5 દિવસ 'અતિભારે' વરસાદની આગાહી, અમદાવાદ-વડોદરા સહિત આ 18 જિલ્લામાં એલર્ટ

Gujarat Tak

10 Jul 2024 (अपडेटेड: Jul 10 2024 4:06 PM)

Gujarat Weather: ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ગઇકાલે રાજ્યમાં ભારે વરસાદ બાદ હવે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Weather

Gujarat Weather

follow google news

Gujarat Weather: ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ગઇકાલે રાજ્યમાં ભારે વરસાદ બાદ હવે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સરક્યુલેશનને કારણે હવામાન વિભાગ (IMD) એ ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેંજ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. આ વિસ્તારોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ, વલસાડનો સમાવેશ થાય છે.

Gujarat Rain LIVE Updates: છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં મેઘમહેર, જામનગરમાં વીજળી પડતા 3નાં મોત

આજે  આ વિસ્તારોમાં વરસાદની સંભાવના

હવામાન વિભાગે આજે એટલે કે 10મી જુલાઈએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, છોટાઉદેપુર, વલસાડ, નવસારીનો સમાવેશ થાય છે. ગુજરાતના પાટનગર અમદાવાદની વાત કરીએ તો અહીં આજે પણ હળવો વરસાદ પડવાની સંભાવના છે. આ પછી હળવો વરસાદ શરૂ થશે અને 15 જુલાઈ સુધી ચાલુ રહેશે. તાપમાનની વાત કરીએ તો અહીં મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ?

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટના લોધિકામાં સૌથી વધુ 5.11 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 4.80 ઈંચ, જૂનાગઢના વંથલીમાં 4.4, માણાવદરમાં 4, માળિયા-હાટીનામાં 4 ઈંચ, બનાસકાંઠાના ભાભરમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. 

    follow whatsapp