Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 05:09 PM • 14 Jul 2024ગુજરાત માથે એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય
ગુજરાત માથે એકસાથે ત્રણ વિવિધ સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિબારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આજે ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.
- 02:40 PM • 14 Jul 20248 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગ દ્વારા 8 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ આપવામાં આવ્યું છે. આ વિસ્તારમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.
- 10:32 AM • 14 Jul 2024Gujarat Rain: ઝોનવાઈઝ સિઝનનો કેટલો નોંધાયો વરસાદ?
- 10:19 AM • 14 Jul 2024હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે શું કહ્યું?
- 10:18 AM • 14 Jul 202415 જુલાઈના રોજ ક્યાં પડશે ભારે વરસાદ
15 જુલાઈના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી ખાતે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 જુલાઈના રોજ અહીં ભારે વરસાદની સંભાવના છે.
- 10:18 AM • 14 Jul 2024Rain Forecast in Gujarat: આજે ક્યાં વિસ્તારોમાં પડશે વરસાદ?
અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આજે 14 જુલાઈના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે અહીં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો રાજકોટ, જૂનાગઢ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે.
- 10:17 AM • 14 Jul 2024Gujarat Rain: 24 કલાકમાં ગુજરાતના 77 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે.
- 10:17 AM • 14 Jul 2024Gujarat Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદ
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ નવસારી અને વલસાડમાં બઘડાટી બોલાવી છે. 24 કલાકમાં નવસારીના વાંસદામાં 158 મિમિ વરસાદ પડ્યો છે. તો ગણદેવીમાં 156 મિમિ વરસાદ પડ્યો છે. વલસાડમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અહીં 24 કલાકમાં 150 મિમિ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT