Gujarat Wethar Update: વાદળછાયું વાતાવરણ, હાડ થીજવતી ઠંડી…જાણો અંબાલાલ અને હવામાન વિભાગની આગાહી

Gujarat Wethar Update: રાજ્યમાં હવે ડબલ સિઝનની મોસમ જામી છે. સવારે અને રાતના સમયે ઠંડક અનુભવાતા લોકો હવે બપોરના સમયગાળામાં થોડી ગરમીનો અહેસાસ કરી રહ્યા…

gujarattak
follow google news

Gujarat Wethar Update: રાજ્યમાં હવે ડબલ સિઝનની મોસમ જામી છે. સવારે અને રાતના સમયે ઠંડક અનુભવાતા લોકો હવે બપોરના સમયગાળામાં થોડી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. આમ રાજ્યના લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે. સ્વાભાવિક રીતે ડબલ સિઝન એ રોગચાળાને આમંત્રણ આપનારી હોઈ લોકો આવા હવામાનથી પરેશાન થઈ ઊઠ્યા છે. ત્યારે હવે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

હવામાન વિભાગે શું કહ્યું?

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 3 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તો રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે પવનની દિશા બદલાતા તપામાનનો પારો ઊંચકાશે. ગુજરાતમાં તાપમાન 2થી 3 ડિગ્રી વધશે.

અંબાલાલ પટેલે શું કહ્યું?

તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત સહિત ઉત્તર ભારતના વાતાવરણમાં પલટો આવશે. દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થવાને કારણે 16મી ડિસેમ્બર પછી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે.

ગુજરાતમાં અનુભવાશે ગાત્રો થીજવતી ઠંડી

તેઓએ જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વખતે ઠંડી ઓછી પડી છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થતી નથી. પરંતુ હવે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ઠંડી વધુ અનુભવાશે.ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે અને 29 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો અનુભવાશે.

કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી

અન્ય કેટલાક હવામાન નિષ્ણાંતોએ ડિસેમ્બરમાં કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. તેઓના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વાવાઝોડું પણ ગુજરાત પર ત્રાટકી શકે છે.

    follow whatsapp