Parsottam Rupala Controversy: રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો વિરુદ્ધ વિવાદિત નિવેદનની નારાજગી હજુ શાંત નથી થઈ ત્યાં હવે ફરી એકવાર તેઓ પોતાના નિવેદનના કારણે વિવાદમાં સપડાઈ શકે છે. ગોંડલમાં ક્ષત્રિજ સમાજ દ્વારા આયોજિત માફી માંગવાના કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: 'સમાજનું હિત એ જ મારું હિત', પરસોત્તમ રુપાલાના વિરોધમાં રાજ શેખાવતનું ભાજપમાંથી રાજીનામું
કાર્યક્રમમાં રૂપાલાએ બે હાથ જોડી અને માથું નમાવીને સમગ્ર દેશના ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને પાછું ખેંચ્યું હોય એવો કોઈ રેકોર્ડ નથી. આ તો એક ચૂંટણીની અને તે પણ અનઆયોજિત એવો કોઈ કાર્યક્રમ પણ નહોતો. અમે તો કાર્યક્રમ બંધ કરીને કરસનદાસના ભજન છે તેના માટે ત્યાં ગયા હતા. એવો કાર્યક્રમ પણ કંઈ કામનો નહોતો.
આ પણ વાંચો: બચાવો..બચાવો...વડોદરામાં વૃદ્ધ આજીજી કરતા રહ્યા છતાં ચોરીની આશંકાએ યુવકોએ માર્યો ઢોર માર
ત્યારે હવે પરશોત્તમ રૂપાલાના આ નિવેદન સામે સોશિયલ મીડિયામાં દલિત સમાજ દ્વારા નારાજગી દર્શાવતા મેસેજ વાઈરલ કરવામાં આવી રહ્યા છે. જેમાં લખ્યું છે કે,
દલિતોનો ભજન કાર્યક્રમ કામનો નથી લાગતો? મોઢું બગાડીને તેઓ બોલ્યા તિરસ્કૃત ભાવ સાથે તેઓ બોલ્યા કે આ કાર્યક્રમ કંઈ કામનો હતો નહીં. અમે તો આમ જ ત્યાં પહોંચી ગયા હતા. આ દલિતો પ્રત્યેની તેમની માનસિકતા દર્શાવે છે હવે તેને દલિતોનો કાર્યક્રમ ફાલતુ અને કંઈ કામનો ન હોય તેવો લાગે છે.
ક્ષત્રિયોને વહાલા થવા હવે દલિતોનું અપમાન કર્યું છે. હવે તેમણે દલિતોનો તાપ ભોગવવો પડશે તેમાં કોઇ બે મત નથી.
ADVERTISEMENT