Mehul Boghraએ રાજકારણમાં પ્રવેશ અંગે કર્યો સૌથી મોટો ખુલાસો, જાણો શું કહ્યું?

સુરત: લસકાણા કેનાલ રોડ પર ગઈકાલે ગુરુવારે એડવોકેટ મેહુલ બોઘરા પર TRBના હેડ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ ટ્રાફિક પોલીસ વિરુદ્ધ ભારે…

gujarattak
follow google news

સુરત: લસકાણા કેનાલ રોડ પર ગઈકાલે ગુરુવારે એડવોકેટ મેહુલ બોઘરા પર TRBના હેડ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ ટ્રાફિક પોલીસ વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. એકબાજુ સુરતમાં વકીલ મેહુલ બોઘરાની તરફેણમાં આગળ આવ્યા છે. બીજી તરફ ટ્રાફિકના ASIએ પણ તેની વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાવી છે. ત્યારે મેહુલ બોઘરાએ હવે રાજકારણમાં પ્રવેશ અંગે મોટો ખુલાસો કર્યો છે.

મેહુલ બોઘરા કાંડ બાદ પોલીસ અને વકીલો સામ સામે, કોર્ટમાં પોલીસને ફાં-ફાં પડી જાય

રાજકારણમાં આવશે મહુલ બોઘરા?
Gujarat Tak સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં રાજકારણમાં આવવાનો ઈરાદો નથી. એક વાત ચોક્કસ કહી દઈશ. મેહુલ બોઘરા રાજનીતિમાં ચોક્કસ આવશે. એનો ચોક્કસ ટાઈમ હશે અને તે આવશે એ 100 ટકાની વાત છે. નોંધનીય છે કે, ગઈકાલે જ સરથાણા પોલીસ સ્ટેશન બહાર મેહુલ બોઘરાના સમર્થનમાં AAPના કાર્યકર્તાઓ પણ એકઠા થઈ ગયા હતા. એવામાં હવે આગામી સમયમાં જો મેહુલ બોઘરા રાજકારણમાં આવશે તો કઈ પાર્ટીમાં જશે તે ખાસ ચર્ચાસ્પદ રહેશે.

હપ્તાખોરીની પોલ ઉઘાડનારા Mehul Boghra સામે ASIએ ફરિયાદ નોંધાવી, જાણો શું આરોપ

TRBના હેડ દ્વારા લાકડી લઈને હુમલો કરાયો હતો
નોંધનીય છે કે, સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી ખોટી રીતે બેફામ ઉઘરાણી કરાવાતી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. એવામાં એડવોકેટ મેહુલ બોઘરા ગઈકાલે લસકાણા પોલીસ ચોકી પાસે પહોંચીને સોશિયલ મીડિયા પર લાઈવ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન TRBના સુપરવાઈઝર તેના પર લાકડી લઈને તૂટી પડ્યો હતો. જેમાં એડવોકેટ લોહીલુહાણ થઈ જતા તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

    follow whatsapp