મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડના જામીન મુદ્દે કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

સુરત : ગુજરાતને અચાનક પોલીસના ભ્રષ્ટાચાર પ્રત્યે ધ્યાન ખેંચનારા વકીલ એક્ટિવિસ્ટ મેહુલ બોઘરા પોલીસ માટે માથાનો દુખાવા રૂપ થઇ ગયા હતા. તેના જનતા રેડના કારણે…

gujarattak
follow google news

સુરત : ગુજરાતને અચાનક પોલીસના ભ્રષ્ટાચાર પ્રત્યે ધ્યાન ખેંચનારા વકીલ એક્ટિવિસ્ટ મેહુલ બોઘરા પોલીસ માટે માથાનો દુખાવા રૂપ થઇ ગયા હતા. તેના જનતા રેડના કારણે પોલીસના ભ્રષ્ટ જવાનો અને ટીઆરબી જવાનોએ આખરે તેના પર હુમલો કરી દીધો હતો. આ હુમલો લાઇવમાં થયો હતો. જેના કારણે તેના ઘેરા પડઘા ગુજરાતમાં પડ્યા હતા. આ મુદ્દો ખુબ જ ગાજ્યો પણ હતો.

સાજન ભરવાડ વિરુદ્ધ હાફ મર્ડર જેવી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જો કે કોર્ટરૂમમાં પણ ફિલ્મી ડ્રામા સર્જાયો હતો. સાજન ભરવાડ આણી ટોળકી દ્વારા મેહુલ બોઘરાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે મોટી સંખ્યામાં હાજર વકીલો અને તેના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. આ ઉપરાંત વકીલઓ સાજન ભરવાડ પર હુમલાનો પણ પ્રયાસ કર્યો હતો.

આજે સાજન ભરવાડના જામીન મુદ્દે સુનાવણી હતી. જો કે કોર્ટ દ્વારા સાજન ભરવાડને જામીન આપવાનો ઇન્કાર કરી દેવાયો હતો. સાજન ભરવાડ દ્વારા કરવામાં આવેલુ કૃત્ય સામાન્ય નહી હોવાનું કોર્ટે નોંધ્યું અને તેના જામીન નામંજૂર કરી દીધા હતા. જેના પગલે હવે ટીઆરબી સુપરવાઇઝર સાજન ભરવાડે જેલમાં જ રહેવું પડશે.

(વિથ ઇનપુટ સંજય સિંહ રાઠોડ)

    follow whatsapp