તરભમાં બન્યું રાજ્યનું બીજું સૌથી મોટું મહાદેવનું મંદિર, જાણો વાળીનાથ મંદિરની વિશેષતા અને ઈતિહાસ

Mehsana Valinath Dham: મહેસાણાના તરભ ખાતે આવેલા વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. PM મોદી આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે. આ મંદિર ગુજરાતનું બીજું સૌથી મોટું શિવ મંદર છે.

તરફ વાળીનાથ મહાદેવ મંદિર

તરફ વાળીનાથ મહાદેવ મંદિર

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

મહેસાણાના વિસનગરમાં આવેલા તરભમાં વાળીનાથ મહાદેવ મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા.

point

આ મંદિર ગુજરાતનું બીજું સૌથી મોટું શિવ મંદર છે જેમાં 500 કિલોથી પણ વધુ વજનના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે.

point

મહેસાણાના વિસનગરમાં આવેલા તરભમાં શ્રી વાળીનાથ અખાડો આવેલો છે, જેનો ઈતિહાસ 900 વર્ષ જૂનો છે.

Mehsana Valinath Dham: મહેસાણાના તરભ ખાતે આવેલા વાળીનાથ મહાદેવ (Valinath Mahadev) મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. PM મોદી (PM Modi) આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે. આ મંદિર ગુજરાતનું બીજું સૌથી મોટું શિવ મંદર છે જેમાં 500 કિલોથી પણ વધુ વજનના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે જાણો વાળીનાથ મહાદેવ તીર્થભૂમિના ઈતિહાસ વિશે...

આ પણ વાંચો: Multibagger Stock: 7 રૂપિયાનો આ શેર 1637.90 નો થયો, લાખ લગાવ્યા હવે મળી રહ્યા છે 2.5 કરોડ

900 વર્ષ જૂનો છે વાળીનાથ મહાદેવનો ઈતિહાસ

મહેસાણાના વિસનગરમાં આવેલા તરભમાં શ્રી વાળીનાથ અખાડો આવેલો છે, જેનો ઈતિહાસ 900 વર્ષ જૂનો છે. પ્રથમ ગુરુગાદી તરીકે પૂ. વિમરગીરી બાપુ દ્વારા મંદિરના નિર્માણ છી શ્રી વાળીનાથજીની જગ્યામા મહંત-આચાર્યની પરંપરા શરૂ થઈ. અત્યાર સુધીમાં 14 મહંતો વાળીનાથ મહાદેવ ધામની ગાદી સંભાળી ચૂક્યા છે. હાલમાં શ્રી જયરામગીરી બાપુ રબારી વાળીનાથ મંદિરની સેવા પૂજા કરે છે અને ગાદીપતિ તરીકે બિરાજમાન છે. 

શું છે વાળીનાથ મહાદેવ મંદિરની વિશેષતા?

વાળીનાથ ધામના મંદિરની વાત કરીએ તો આ 1.45 લાખ ઘનફૂટ વિસ્તારમાં નિર્માણ કરાયું છે. મંદિરમાં બંસીપહાડપુરના પથ્થરો વડે નાગરશૈલીમાં નિર્માણ કરાયું છે. મહાદેવનું આ મંદિર 101 ફૂટની ઊંચાઈ, 265 ફૂટની લંબાઈ અને 165 ફૂટ પહોળાઈ ધરાવે છે. આ મંદિરનું નિર્માણ 10 વર્ષથી ચાલી રહ્યું હતું અને આજે 22 ફેબ્રુઆરીએ ગુરુપુષ્ય યોગમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. સોમનાથ મંદિર બાદ ગુજરાતમાં વાળીનાથ ધામ ગુજરાતનું બીજા ક્રમનું સૌથી મોટું શિવધામ છે.

આ પણ વાંચો: Giga Bhammar Viral Video: ચારણ, દલિત બાદ ગીગા ભમ્મરે દરબારોને પણ લપેટ્યાં, વધુ એક બફાટનો વીડિયો વાયરલ

મંદિરમાં 400 કિલોનું વિશાળ ઝૂમર

મંદિરમાં 400 કિલોથી વધુના વજનનું વિશાળ ઝૂમર લગાવવામાં આવ્યું છે અને તે 18 ફૂટ જેટલું લાંબુ છે. તેમાં 2 લાખથી વધુ ક્રિસ્ટલ અને હિરાનો ઉપયોગ કરાયો છે. મંદિરના ગર્ભગૃહમાં 12 જ્યોતિર્લિંગ કોતરવામાં આવ્યા છે. ઉપરાંત સોનાના દ્વાર પણ બનાવાયેલા છે. 

    follow whatsapp