Mehsana News: ગુજરાત ભરમાં રખડતા ઢોરની સમસ્યા ગંભીર પ્રશ્ન બની છે. રસ્તે જતા લોકો પર ઢોરના હુમલાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદ બાદ હવે મહેસાણામાં યુવક પર ગાયે હુમલો કર્યાનો બનાવ બન્યો છે. જેમાં યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે અને તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે. ગાયના હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
વિગતો મુજબ, મહેસાણાની સાહિલ ટાઉનશીપ સોસાયટીમાં રખડતા ઢોરોએ ત્રણ યુવાનોને નિશાન બનાવ્યા હતા. જેમાં યુવકને ગાયે શિંગડે ભરાવીને પગથી ખુંદ્યો હતો. યુવકે ભાગવા માટે 3 વખત પ્રયાસ કર્યો પરંતુ દરેક વખતે ગાય તેને મારવા પાછળ દોડતી અને નીચે પાડી દેતી. આખરે ઈજાગ્રસ્ત યુવક રીક્ષામાં બેસીને ભાગી ગયો હતો, જોકે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, પરિણામે સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. ગાયના હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, યુવક જીવ બચાવવા રોડ પર દોડી રહ્યો છે અને ગાય તેની પાછળ દોડી રહી છે.
(વિથ ઈનપુટ: કામિની આચાર્ય)
ADVERTISEMENT