મહેસાણા: મહેસાણામાં ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરતી 21 વર્ષની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. તિતિક્ષા પટેલ નામની વિદ્યાર્થિનીએ લેબોરેટરીની બિલ્ડીંગમાં જ આપધાત કરી લીધો હતો. પ્રાથમિક અનુમાન મુજબ વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે. તો આપઘાતનું કારણ પ્રેમ પ્રસંગ હોવાનું હાલમાં ચર્ચાઈ રહ્યું છે.
ADVERTISEMENT
પ્રેમ પ્રકરણમાં આપઘાતની આશંકા
વિગતો મુજબ, 21 વર્ષની તિતિક્ષા પટેલ વડસ્મા નજીક શ્રી સત્સંગી સાકેતધામ રામઆશ્રમ સંકુલમાં લેબોરેટરીમાં જ આપઘાત કરી લીધો હતો. સમગ્ર આપઘાત મામલે પ્રેમ પ્રેકરણ હોવાની શંકા સેવાઈ રહી છે. રિપોર્ટ્સ મુજબ યુવતીને તેની સાથે જ અભ્યાસ કરતા યુવક સાથે પ્રેમ સંબંધ હતો. બંને બે દિવસથી ગુમ હતા, આ અંગે બંનેના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાઈ હતી. બંને વચ્ચે બે વર્ષથી પ્રેમસંબંધ હતો. જોકે અચાનક યુવતીની કોલેજની લેબોરેટરીમાંથી લાશ મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
વલસાડની વિદ્યાર્થિની મહેસાણામાં અભ્યાસ કરતી હતી
21 વર્ષની તિતિક્ષા ફાર્મસીના છઠ્ઠા સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહી હતી. તે વલસાડના ઉમરગામના કચ્છી ગામમાં રહેતી હતી. હાલમાં યુવતી પાસેથી કોઈ ચિઠ્ઠી મળી આવી નથી. એવામાં તેણે કયા કારણો સર આપઘાત કર્યો છે તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ ગુમ યુવકને શોધવા પણ પોલીસ તપાસ આદરી છે.
ADVERTISEMENT