Mehsana News: કડીના બે તબીબોની ભુલને કારણે પ્રસૃતિ સમયે પત્ની અને નવજાત બાળકના મોતની ઘટનાને પગલે ભાગી પડેલા યુવાને ન્યાય મેળવવા દોઢ વર્ષથી કડી પોલીસ સ્ટેશન અને ગાંધીનગરના ચક્કરો લગાવીને ચપ્પલ ઘસી નાખ્યા હતા. આખરે જાગેલી પોલીસે દોઢ વર્ષ બાદ કડીની પારુલ નર્સિગ હોમના ગાયનેક તબીબ અને તેના આસિસ્ટન્ટ આર્યુવેદિક તબીબ સામે બેદરકારી સંબધે ફરિયાદ નોધી છે. જોકે, પત્ની અને બાળક ગુમાવીને માનસિક અસ્વસ્થ બનેલા યુવાનની એક જ વાત છે કે, દોઢ વર્ષે જ્યારે ફરિયાદ નોંધાઈ છે ત્યારે પુરાવાઓનો નાશ થઈ ગયો છે અને બન્ને તબીબો રફુચક્કર થઈ ગયા છે. તો હવે ન્યાય કેવી રીતે મળશે તે મોટો પ્રશ્ન છે. આવી ઘટનાઓમાં ફરિયાદ નોંધવાનો વિલંબ આરોપીઓ માટે ફાયદાકારક સાબિત થઈ જાય તો પણ નવાઈ નહીં તેવું પણ તેઓ માને છે.
ADVERTISEMENT
ડોક્ટરે ગાયનેકને બદલે આર્યુવેદિક ડોક્ટર પાસે કરાવી ડિલીવરી
મુળ દિલ્હીમાં નથ્થુ કોલોનીના અને હાલમાં કડીમાં રહીને વેપાર કરતા વિકાસ ચંન્દ્રકુમાર ગંભીરના પત્ની લક્ષ્મીબેન ગર્ભવતી બનતા કડીની પારુલ નર્સિગ હોમમાં ર્ડો હર્ષિલ પટેલની સારવાર શરુ કરાવી હતી અને મહિલાને અગાઉ બે સીજેરીયનથી બાળકો થયાની હકિકત જાણતા હતા. આ દરમિયાન મહિલાને ૨૫ જુનના ૨૦૨૨ના રોજ પ્રસૃતિનો દુઃખાવો ઉપડતા તેને પારુલ નર્સિગ હોમમાં દાખલ કરવામાં આવી હતી. વિકાસભાઈના પત્નીને આઠ મહિના પૂર્ણ થયાની જાણકારી હોવા છતા ગાયનેક તબીબ ર્ડો હર્ષિલ પટેલ હોસ્પિટલ આવ્યા નોહતા અને તેમને અન્ય કોઈ ગાયનેક તબીબની વ્યવસ્થા કરવાનું ટાળ્યું હતું. જેને પગલે મહિલાની તબિયત લથડી હતી. જોકે, તબીબે આ સમયે મહિલાને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે મોકલવાના બદલે અહીં હાજર આર્યુવેદિક તબીબ ઈશરતબેને તેની નોર્મલ ડિલીવરી કરાવવાનો પ્રયાશ કર્યો હતો. અગાઉ સિજેરીયન ડિલીવરી થયેલી હોઈ નોર્મલ ડિલીવરી અશક્ય હોવા છતા તબીબે કરેલા પ્રયાસો વચ્ચે મહિલા અને તેના નવજાત બાળકનું મોત થયું હતું. આર્યુવેદિક તબીબ ડિલીવરી ના કરી શકે તેમ હોવા છતા તેની પાસે મહિલાની નોર્મલ ડિલીવરી કરાવડાવી ગંભીર બેદરકારી દાખવનાર ગાયનેકોલોજીસ્ટ તબીબ હર્ષિલ અરવિંદભાઈ પટેલ અને આર્યુવેદિક તબીબ ઈશરતબેન ઈકબાલભાઈ સામે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો હતો.
જૂનાગઢમાં માતાએ નહાવાનું કહેતા 5 વર્ષનું બાળક કારમાં છુપાઈ ગયું, ગૂંગળાઈ જતા મોત
અગાઉ આરોગ્ય વિભાગે છ મહિના લાયસન્સ રદ કર્યું હતું
હોસ્પિટલમાં પ્રસૃતિ સમયે મહિલા અને તેના બાળકનું મોત થવાની ઘટનાએ જે-તે સમયે ભારે ચર્ચાઓ જગાવી હતી. તે સમયે સ્થાનીક પોલીસે જાણવા જોગ અરજી નોંધીને ફરિયાદ દાખલ કરવાનું ટાળ્યું હતું. જ્યારે બીજીબાજુ આરોગ્ય વિભાગે તપાસ બાદ છ મહિના માટે તબીબનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરી હતી. જોકે, તે બાદ આ દવાખાનું પુનઃ ધમધમતું થઈ ગયું હતું.
હોસ્પિટલ ચાલુ છે પરંતુ નથી દર્દીઓ કે નથી તબીબ
પોલીસ ફરિયાદ દાખલ થતાની સાથે તબીબ ધરપકડના ડરથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કડી સ્થિત તેમની હોસ્પિટલ ચાલુ છે પરંતુ બહાર બેઠેલા સિક્યુરીટી ગાર્ડનો એક જ જવાબ સાંભળવા મળે છે કે, ડોકટર સાહેબ હાજર નથી અને દર્દીઓને અહીં આવવાની ના પાડી છે.
ADVERTISEMENT