કામીની આચાર્ય.મહેસાણાઃ સતલાસણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં લાવેલા કથિત આરોપીએ પેન્ટ ઉપર બાંધેલા નાડાની મદદથી લોકઅપના સળીયા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટનાના પોલીસ બેડામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પ્રાંત અધિકારીએ મૃતકની લાશનું પીએમ વડનગર સિવિલ માં નહિ પરંતુ ફોરેન્સિક પીએમ કરાવવા આપેલી સૂચનાને પગલે લાશ અમદાવાદ લઈ જવાઇ હતી. જોકે આ મામલામાં પોલીસ મથકના પીએસઓની જવાબદારીને લઈને તેમના પર કાર્યવાહી થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.
ADVERTISEMENT
Corona Update: ગુજરાતમાં કોરોના આંકડાઓમાં મોટો ફેરફાર, 1 વ્યક્તિનું મૃત્યુ
સતલાસણા તાલુકાના તનેડીયા ગામના 50 વર્ષના કડવાજી તખાજી ઠાકોર સામે ગુનો દાખલ કરી ગુરુવારે ધરપકડ કરાઈ હતી. ધરપકડ બાદ તેને લોકઅપમાં મૂક્યાના કેટલાક સમય બાદ પોતાના ખિસ્સામાં રહેલી દોરી વડે ટુંપો ખાઈ આપઘાત કરી લેવાની ઘટનાએ ચકચાર જગાવી છે. આ અંગે વિસનગર ડીવાયએસપી ચૌહાણે જણાવ્યું હતું કે, સતલાસણા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ થયું છે. પ્રોહિબિશનના ગુનાનો આરોપી લોકઅપમાં લટકીને મૃત્યુ પામ્યો છે. હું ત્યાં પહોંચ્યા પછી વધુ માહિતી આપી શકું હાલમાં મારી પાસે આટલી જ માહિતી છે. સતલાસણાના પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના કથિત આરોપીએ ગળે ટુંપો ખાઈ આપઘાત કરવાની ઘટનામાં અનેક સવાલો ઉઠ્યા છે. મરણ જનાર કડવાજીને જ્યારે લોક-કપમાં મૂક્યો ત્યારે જડતી લેવાઈ હતી કે કેમ. જડતી લીધી હતી તો પછી તેના ખિસ્સામાંથી દોરી ક્યાંથી આવી જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જાણવા મળ્યા મુજબ તખાજીનું કસ્ટડીમાં જ મોત થઈ ગયું હતું અને વડનગર સિવિલમાં લઈ ગયા બાદ તબીબોએ પણ તેને મૃત જાહેર કર્યો હતો. સવારે પેનલની મદદથી પીએમ કરાયું હતું.
મહેસાણા ડીએસપીએ શું કહ્યું
કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં સવારથી પોલીસ કાફલો વડનગર સિવિલ પહોંચી ગયો હતો. મહેસાણા ડીએસપી અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે, આ કેસમાં વિસનગર ડીવાયએસપીને ઇન્કવાયરી સોંપી છે. સાથોસાથ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ આ કેસની ઇન્કવાયરી કરનાર હોય સેશન્સ જજને લેખિત મોકલી આપવામાં આવ્યું છે. આ લોકઅપ જોવાની જેમના પર જવાબદારી હતી તેની સામે કાર્યવાહી થશે. જ્યારે બીજી બાજુ વિસનગર ડીવાયએસપી ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રોહિબિશનના ગુનામાં લાવેલા આરોપીએ પેન્ટના નાડાની મદદથી તે ફાંસો ખાધો છે આમાં કોઈની ભૂલ નથી માટે કોઈને હાલના તબક્કે દોષિત ઠરાવી શકાય નહીં.
કેસા લગા મેરા મજાક? શરદ પવારે રાજીનામું પાછુ ખેંચી લીધું,અધ્યક્ષ પદ પર યથાવત્ત રહેશે
‘મૃતક આખું ગામ માથે લેતો હતો’
શરૂઆતમાં પીએમ બાદ લાશ લેવાનો ઇનકાર કરનાર પરિવારજનોએ લાશ સ્વીકારી લીધી હતી. ગામજનોના કહેવા મુજબ આપઘાત કરનાર યુવાન અવારનવાર દારૂ પીને ગામમાં તોફાન મચાવતો હતો અને સતલાસણા પોલીસને ફોન કરીને લોકો ઘણી વખત તેને પકડાવી દેતા હોવાનું લોકોનું કહેવું છે.
આરોપીએ આપઘાત કર્યો ત્યારે પોલીસ ક્યાં હતી?
સતલાસણા પોલીસ સ્ટેશનની અંદર પીએસઓના ટેબલની બિલકુલ સામે લોકઅપ રૂમ આવેલો છે ત્યારે આરોપીએ આ જ લોકઅપ રૂમમાં આપઘાત કર્યો ત્યારે સામે બેસતા પીએસઓ તો ઠીક પરંતુ પોલીસ સ્ટેશનમાં હાજર કોઈ પોલીસ કર્મીએ ઘટના બનતી ન જોઈ તે એક સવાલ ઉઠ્યો છે. હાજર પોલીસ સજાગ રહી હોત તો આપઘાતની ઘટના ટળી શકી હોત.
ADVERTISEMENT