Mehsana Crime News: મહેસાણાની એક સોસાયટીમાં રહેતી 15 વર્ષની કિશોરીને તેના પિતાએ જ હવશનો શિકાર બનાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભોગ બનનાર કિશોરીની માતાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેના પતિ સામે પોક્સો તેમજ દુષ્કર્મ સંબંધે ફરિયાદ આપતા સમગ્ર મામલો હાલમાં ચર્ચાસ્પદ બન્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: MP: ભાજપના કોર્પોરેટરે નગર નિગમ સામે મોરચો ખોલ્યો, સફાઈ માટે પોતે ગટરમાં કૂદી પડ્યા
માતા નોકરીએ જતા પિતાએ દીકરીની લાંજ લૂંટી
મહેસાણાની એક સોસાયટીમાં રહેતી કિશોરીએ તેની માતા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જેમાં તેના સગા પિતા તેને મોબાઇલમાં પોર્ન વીડિયોની ક્લિપો બતાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને શરૂઆતમાં છેડતી અને તે બાદ દુષ્કર્મ ગુજારતા હતા. ગત 29 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં એટલે કે સતત છ મહિના સુધી સગો પિતા તેની પુત્રીને હવસનો શિકાર બનાવતો રહ્યો હતો. કિશોરીએ આ બાબતે એક વખત પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને પિતા વારંવાર મારી નાખવાની ધમકીઓ આપતા હોય તે ડરી ગઈ હતી. પતિ દ્વારા પોતાની 15 વર્ષની પુત્રી ઉપર સતત દુષ્કર્મ ગુજારવાની ઘટના પુત્રીના મુખેથી સાંભળીને ભાંગી પડેલી 43 વર્ષની મહિલાએ આખરે હિંમત એકઠી કરી હતી અને પુત્રી સાથે શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી હતી. અહીં કિશોરીએ પોતાની સાથે ઘટેલી ઘટના સંબંધે પોલીસને આપેલા નિવેદન બાદ દુષ્કર્મી પિતા સામે પોકસો, દુષ્કર્મ સહિતની કલમો આધારિત ગુનો નોંધાતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.
નાની દીકરીના એક વાક્યથી નરાધમ પિતાનો કાંડ ખૂલ્યો
ત્રણ દિવસ પહેલા મહિલા જ્યારે નોકરી ઉપરથી ઘરે આવી ત્યારે તેની 15 વર્ષની પુત્રીના હાવ ભાવ શંકાસ્પદ જણાયા હતા. પુત્રીના અજુગતા વર્તન વચ્ચે જ્યારે માતાએ નાની દિકરીએ કહ્યું કે, પપ્પા બહેનને ઉપરના માળે લઈ ગયા હતા. આ સાંભળીને તેને શંકા ગઈ હતી અને પોતાની 15 વર્ષની પુત્રીને પાસે બેસાડીને પૂછપરછ કરતા પિતા દ્વારા ગુજારાતા દુષ્કર્મની ચોંકાવનારી હકીકત ખુલી હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
આ પણ વાંચો: વડોદરા રેલવે સ્ટેશને પત્નીને મૂકવા ગયેલા વ્યક્તિ પોતે ટ્રેનમાં લોક થયા, મજબૂરીમાં સુરત સુધી મુસાફરી કરવી પડી
હવસખોર પિતાની કરાઈ ધરપકડ
એ ડિવિઝન પી.આઈ રોમા ધડુકે જણાવ્યું હતું કે, ભોગ બનનાર કિશોરીની માતાની ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ભોગ બનનાર ઉપર દુષ્કર્મ ગુજારનાર તેના પિતાની ધરપકડ કરી તેનું મેડિકલ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે બીજી બાજુ સતત છ મહિનાથી પિતા દ્વારા આચરાયેલા દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીનું પણ મેડિકલ કરાયું છે.
બધાને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો પિતા
કિશોરીની માતા નોકરી કરતી હોય તે દિવસ દરમિયાન ઘરે હાજર ન હોવાનો લાભ લઇ છેલ્લા છ મહિનાથી તેનો સગો બાપ તેના ઉપર દુષ્કર્મ આચરતો હતો. ફરિયાદમાં ઉલ્લેખ કર્યા મુજબ દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરી જ્યારે પણ પિતાની વાતનો વિરોધ કરે ત્યારે તેને એક જ ધમકી મળતી હતી કે, જો તું કોઈને પણ આ બાબતે કહીશ તો બધાને મારી નાખીશ.
(કામિની આચાર્ય, મહેસાણા)
ADVERTISEMENT