Ahmedabad News: અમેરિકા જવાના ચક્કરમાં ગુજરાતના મહેસાણાના ડિંગુચા ગામનો પરિવાર યુએસ-કેનેડા બોર્ડર પર માઈનસ 35 ડિગ્રી તાપમાનમાં ફસાઈ જતા મોતને ભેટ્યો હતો. જેમાં જગદીશ પટેલ તેમની પત્ની તથા બે બાળકોના મોત થઈ ગયા. જગદીશ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને માનવ તસ્કરીના સૂત્રધાર માનીને પોલીસે પ્રાથમિક ફરિયાદ નોંધી છે. પોલીસને એવી પણ શંકા છે કે આ દુર્ઘટના બાદ મહેન્દ્ર પટેલ વિદેશી એજન્ટોની મદદથી દેશ છોડીને ભાગી ગયો હતો.
ADVERTISEMENT
અમેરિકા જવા નીકળેલા વધુ 9 ગુજરાતી ગુમ
જણાવી દઈએ કે જુલાઈ 2023માં ગુજરાતથી અમેરિકા જવા નીકળેલા નવ લોકોના ગુમ થયાની ફરિયાદ મળ્યા બાદ મહેસાણા, સાબરકાંઠા પોલીસે ગુજરાતમાં ચાલી રહેલા માનવ તસ્કરી રેકેટનો નવો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. સાબરકાંઠા પોલીસનું માનવું છે કે જાન્યુઆરી 2023માં ડીંગુચાના જગદીશ પટેલ, તેની પત્ની અને બે બાળકોના અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશના પ્રયાસ પાછળ જગદીશના ભાઈ મહેન્દ્ર અને બે વિદેશી એજન્ટોનો હાથ હતો.
આ ઘટના બાદ તપાસ એજન્સીઓ મહેન્દ્ર પર નજર રાખી રહી હતી. યુએસ-કેનેડા બોર્ડર પર અકસ્માતમાં જગદીશના પરિવારનું મૃત્યુ થયું હોવા છતાં, મહેન્દ્રએ ઉત્તર ગુજરાતમાંથી વધુ નવ લોકોને યુએસમાં ઘુસાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ અધવચ્ચે જ અટકી ગયા.
મહેન્દ્ર પટેલ એજન્ટની મદદથી વિદેશ ભાગી ગયો?
પોલીસને શંકા છે કે આ લોકોના પરિવારજનોએ મહેન્દ્ર પર દબાણ કર્યું હતું, તેથી તે પોતે વિદેશી એજન્ટની મદદથી દરિયાઈ માર્ગે વિદેશ ભાગી ગયો હતો. તે અમેરિકામાં ઘૂસણખોરી કરે અથવા કેરેબિયન દેશમાં જાય તેવી શક્યતા છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતના નવ લોકો હાલમાં આફ્રિકન દેશ ડોમિનિકામાં ફસાયેલા હોવાનું કહેવાય છે, પરંતુ સ્થાનિક પોલીસ પાસે કોઈ સત્તાવાર માહિતી નથી. ગુમ થયેલાઓમાં ભરત રબારીની પત્ની ચેતના રબારીએ જુલાઈ 2023માં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT