Mehsana Court Summont to CR Patil: સરકારી અધિકારીનું નામ ધારણ કરીને CMOમાં ફોન કરીને નિગમમાં નોકરી અપાવવાની ભલામણ કરવાના બહુચર્ચિત કેસમાં મહેસાણા ચીફ કોર્ટે (Mehsana Court) ભાજપ પ્રદેશ પ્રમુખ સી .આર.પાટીલને (CR Pail) સાક્ષી તરીકે હાજર થવા સમન્સ કાઢતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે. બે દિવસ અગાઉ કોર્ટે કાઢેલા સમન્સમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર ન રહેતા કોર્ટે આ વખતે ATSને સમન્સ બજાવણી માટે મોકલી આપી 1લી માર્ચે હાજર રાખવા તાકીદ કરી છે.
ADVERTISEMENT
શું હતો સમગ્ર કેસ?
રાજ્યની ATS દ્વારા આઠ મહિના અગાઉ કરેલી તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત ખુલી હતી. જેમાં મહેસાણાના ભરતભાઈ નાયકે સરકારી અધિકારીનું ખોટુ નામ ધારણ કરીને ગુનો આચર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું હતુ. ભરત નાયકે સરકારી અધિકારીના નામે CMO ઓફિસમાં ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, 'હું વિવેકકુમાર બોલું છું, ગોવિદભાઈ પ્રજાપતિને CMO ઓફિસમાં મુકવાના છે' તેમ કહીને ઠગાઈ આચરાઈ હતી. સમગ્ર કેસમાં તપાસનીસ એટીએસના અધિકારીએ સરકાર તરફે ફરિયાદી બની ભરત નાયક સામે ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો: તરભમાં બન્યું રાજ્યનું બીજું સૌથી મોટું મહાદેવનું મંદિર, જાણો વાળીનાથ મંદિરની વિશેષતા અને ઈતિહાસ
સાક્ષી તરીકે હાજર થવા પાટીલને સમન્સ
ઉપરોક્ત કેસ મહેસાણા ચીફ કોર્ટમાં જજ પી.એચ.સીંઘ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો. આ કેસમાં સાક્ષી તરીકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન લેવું ખૂબ જ જરુરી હોવાથી કોર્ટે આ અગાઉ તેમને સાક્ષી તરીકે હાજર થવા નોટિસ કાઢી હતી. જોકે, ગત 20 ફેબ્રુઆરીએ સી.આર.પાટીલ કોર્ટમાં હાજર થયા નહોતા. જેને પગલે કોર્ટે ફરી તેમના નામનું સમન્સ કાઢીને બજવણી માટે એટીએસને મોકલી આપ્યું હતું અને આ કેસની મુદત 1લી માર્ચ આપેલી હોવાથી સી.આર.પાટીલને આ દિવસે હાજર રાખવા ખાસ સૂચન કરાયુ હતું.
આ પણ વાંચો: Surat News: અરરર... ચોકલેટની લાલચમાં 5 વર્ષની બાળકી પીંખાઇ, તો બીજી તરફ 9 વર્ષની બાળા પર સામુહિક દુષ્કર્મ
ATS દ્વારા થઈ રહી હતી કેસની તપાસ
નકલી સરકારી અધિકારીના કેસમાં FIR એટીએસમાં થઈ હતી અને તપાસ પણ એટીએસના અધિકારી જ કરતા હતા. કથિત આરોપી ભરત નાયક મહેસાણાનો હોઈ આ કેસ મહેસાણા ચીફ કોર્ટમાં ચાલવા માટે ટ્રાન્સફર થયો હતો. ચીફ કોર્ટે આ કેસમાં સાહેદોના નિવેદનો લીધા હતા અને તે બાદ સુઓમોટો અંતર્ગત સી.આર.પાટીલને સાક્ષી તરીકે હાજર થવા સમન્સ કાઢવામાં આવ્યું હતુ.
ATSની તપાસમાં પાટીલનું નામ નહીં
સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ આ બહુચર્ચિત કેસની તપાસ એટીએસ કરી રહ્યું હતુ. કહેવાય છે કે, તપાસનીસ અધિકારીએ આ કેસમાં સી.આર.પાટીલનું નિવેદન લીધુ જ નથી. જેમને કથિત આરોપીએ ફોન કર્યો તેનું નિવેદન તપાસનીસ અધિકારીએ રજૂ કરેલી ચાર્જશીટમાં મુકેલું ન હોવાની સાથોસાથ સી.આર.પાટીલનો તેમાં કોઈ જ ઉલ્લેખ થયો નથી. જોકે, કથિત આરોપીએ તેના નિવેદનમાં સી.આર.પાટીલને ફોન કર્યાનો ઉલ્લેખ કરેલો હોવાથી તેમને સાક્ષી તરીકે હાજર થવા કોર્ટે ફરમાન કર્યું હોવાનું મનાઈ રહ્યું છે.
ADVERTISEMENT